Team Chabuk-Gujarat Desk: જૈન ઉપાશ્રયના જૈન મુનિ શાંતિ સાગર ઉર્ફે સજ્જન લાલ શર્માને વડોદરાની શ્રાવિકા પર દુષ્કર્મ આચરવાના કેસમાં સુરતની કોર્ટે આજે 10 વર્ષની સજા ફટકારી છે. કોર્ટે મુનિને 25 હજારનો દંડ પણ ભરવાનો આદેશ આપ્યો છે. મુનિ શાંતિ સાગર આ કેસમાં છેલ્લા 8 વર્ષથી જેલમાં છે, એટલે હવે તેઓ વધુ 2 વર્ષ જેલવાસ ભોગવશે.
સુરત કોર્ટમાં આ કેસની સજાને લઈને ભારે ઉત્તેજના હતી. સરકારી વકીલ અને બચાવ પક્ષના વકીલો દ્વારા ગઈકાલે આ કેસમાં પોતાની આખરી દલીલો પૂર્ણ કરવામાં આવી હતી. નામદાર જજે આજે સાંજે 5 વાગ્યે સજા સંભળાવવાનો સમય નક્કી કર્યો હતો, પરંતુ સજાનો ચુકાદો તે પહેલાં જ આવી ગયો હતો. સરકારી વકીલે કોર્ટમાં ધારદાર દલીલો કરી હતી અને આરોપીને આકરી સજા થાય તે માટે પ્રયાસ કર્યા હતા. તેમણે પોતાની દલીલોની શરૂઆત ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુના શ્લોક સાથે કરી હતી.

આ કેસ વડોદરાની એક શ્રાવિકા પર નાનપુરાના જૈન ઉપાશ્રયમાં જૈન મુનિ દ્વારા દુષ્કર્મ આચરવાને લગતો છે. સુરત કોર્ટે ગતરોજ આરોપી જૈન મુનિ શાંતિ સાગરજી ઉર્ફે સજ્જન લાલ શર્માને આ દુષ્કર્મ કેસમાં દોષી જાહેર કર્યા હતા. ત્યારબાદ આજે કોર્ટે તેમને સજા સંભળાવી છે. સજા અંગે સરકાર પક્ષે અને બચાવ પક્ષ વચ્ચે ઘણી દલીલો થઈ હતી, જેમાં સરકાર પક્ષે આરોપીને કડકથી કડક સજા થાય તે માટે જોરદાર પ્રયાસો કર્યા હતા.
તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત