Team Chabuk-Gujarat Desk: બનાસકાંઠા જિલ્લામાં ગુરુવારે બે કરુણ ઘટના બનવા પામી છે. જિલ્લામાં વીજકરંટ લાગવાથી ચાર લોકોના મોત થયા છે. ડીસામાં વીજ કર્મચારી અને પાલનપુરના ગઠામણ ગામમાં ઝટકા મશીનથી ખેતર માલિકની પુત્રવધૂ અને બે બાળકોનાં મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ રીતે બનાસકાંઠામાં એક જ દિવસમાં અલગ અલગ બે બનાવમાં વીજ કરંટથી ચાર લોકોએ જીવ ગુમાવ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં એક જ દિવસમાં વીજ કરંટને કારણે એક મહિલા અને બે બાળકો સહિત કુલ ચાર લોકોનાં મોત થયા છે. જેમાં ડીસાના જોખમનગર ખાતે વીજ ફોલ્ટ થતાં તેનું સમારકામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અચાનક વીજ કર્મચારી પ્રકાશભાઈ નાયીને કરંટ લાગતા તેઓ નીચે પટકાયા હતા. ઇજાગ્રસ્ત કર્મચારીને સારવાર માટે ખસેડાયા હતા. સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
આ સિવાય પાલનપુર તાલુકાના ગઠામણ ગામ પાસે ખુશાલભાઈ જગાણીયાના ખેતર ખાતે તેમની પુત્રવધૂ કોકીલાબેન અને બે બાળકો જૈમીન અને વેદુનું વીજ કરંટ લાગવાથી નિધન થયું છે. ત્રણેય લોકો ખેતરમાં ફરી રહ્યા હતા તે દરમિયાન ખેતરના શેઢે મૂકેલા ઝટકા મશીનના સંપર્કમાં આવી જતાં તેમને વીજ કરંટ લાગ્યો હતો. વીજ કરંટ લાગતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ત્રણેયનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા.

મળતી માહિતી પ્રમાણે પાલનપુર લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતાં ખુશાલભાઈ હીરાભાઈ જગાણીયા ગઠામણ નજીક સધી માતાના મંદિર પાસે ફાર્મ હાઉસ ધરાવે છે. તેમણે પોતાના ખેતરમાં ભૂંડ સહિતના પશુઓ ને પ્રવેશે અને પાકને કોઈ નુકસાન ન પહોંચાડે તે માટે એક ઝટકા મશીન લગાવ્યું હતું. આ ઝટકા મશીનના સંપર્કમાં તેમના પુત્રવધૂ અને બે બાળકો આવી ગયા હતા. તમામનાં મોત થયાં ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
મૃતકોનાં નામ
કોકીલાબેન ભાવેશભાઈ જગાણીયા (ઉં.વ. 40)
જૈમિન જગાણીયા (ઉંમર વર્ષ- 12)
વેદુ જગાણીયા (ઉંમર વર્ષ- 10)
મળતી માહિતી પ્રમાણે આ અંગે કોઈ જ ફરિયાદ દાખલ થઈ ન હતી. જોકે, વીજ કંપનીના ધ્યાનમાં આ બનાવ આવતા ઝટકા મશીનથી કેવી રીતે ત્રણ લોકોનાં મોત થયા તેની તપાસ શરૂ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ખેતરમાં પશુઓને પ્રવેશતા રોકવા માટે ઝટકા મશીન મૂકવામાં આવે છે. જેમાં ખેતરના શેઢે તાર બાંધવામાં આવે છે અને તેમાંથી વીજ પ્રવાહ પસાર કરવામાં આવે છે. જ્યારે કોઈ પ્રાણી તારના સંપર્કમાં આવે છે ત્યારે તેને વીજળીનો ઝટકો લાગે છે. જે બાદમાં થોડા સમય માટે વીજ પ્રવાહ બંધ થઈ જાય છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત