Homeગુર્જર નગરીકાળજુ કંપાવતી ઘટના, બે બાળકો સાથે માતાએ કેનાલમા ઝંપલાવ્યું

કાળજુ કંપાવતી ઘટના, બે બાળકો સાથે માતાએ કેનાલમા ઝંપલાવ્યું

Team Chabuk-Gujarat Desk: ખેડાના ગળતેશ્વર પાસે વનોડ ગામની સીમમાં આવેલી મહી કેનાલમાં માતાએ પોતાના દીકરા-દીકરી સાથે ઝંપલાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ઠાસરાના ઉનાળિયા ગામેથી ગઈકાલે માતા નીકળી હતી. ત્યારે બે બાળકો સાથે મહિલાએ કેનાલમાં ઝંપલાવ્યું છે. 5 વર્ષની દીકરી અને 3 વર્ષના દીકરા સાથે મહિલાએ કેનાલમાં ઝંપલાવ્યું હતું. ત્યારે મહિલાનો પતિ અમદાવાદમાં મજૂરી કામ કરે છે. સેવાલિયા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે મહિલાએ શા કારણે આપઘાત કર્યો તે હજુ અકબંધ છે.

ઠાસરાના ઉનાળિયા ગામેથી ગઈકાલે માતા નીકળી હતી. ત્યારે બે બાળકો સાથે મહિલાએ કેનાલમાં ઝંપલાવ્યું છે. 5 વર્ષની દીકરી અને 3 વર્ષનાં દીકરા સાથે મહિલાએ કેનાલમાં ઝંપલાવ્યું હતું. મળતી માહિતી મુજબ મહિલાનો પતિ અમદાવાદમાં મજૂરી કામ કરે છે.

મૃતકોના નામ

હીનાબેન વિજયભાઈ રાઠોડ ઉંમર-23 વર્ષ, ઉનાળિયા

રિયાબેન વિજયભાઈ રાઠોડ ઉંમર- 5 વર્ષ

જયરાજ રાઠોડ ઉંમર- 3 વર્ષ

doctor plus

કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 6 લોકોના મોતથી અરેરાટી, હાઇવે ચિંચિયારીથી ગૂંજી ઉઠ્યો

સુરત બારડોલી નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. બારડોલીનાં બમરોલી નજીક અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર 6 લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.

આ અકસ્માતમાં 3 મહિલા, 1 બાળકી, 1 પુરૂષ તેમજ 1 બાળકનું મોત નિપજ્યું છે. આ ઘટનાની જાણ બારડોલી પોલીસને થતા પોલીસના કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. ત્યારે મૃતક પરિવાર સુરત જીલ્લાનાં માંડવીનાં હોવાનું જાણવા મળી રહ્યું છે. બારડોલીના તરસાડી ખાતે લગ્ન પ્રસંગમાંથી પરત આવતી વખતે અકસ્માતની ઘટના બની હતી.

આ ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો, ત્યારબાદ પોલીસને આ ઘટનાની માહિતી મળતા બારડોલી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહોના પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments