Team chabuk-Gujarat Desk: દાહોદના ફતેપુરા તાલુકામાં રહેતી 6 સંતાનોની માતા પર 14 વર્ષના કિશોરને લઈ ફરાર થવાનો આરોપ લાગ્યો છે. દાવો છે કે, એક વખત ઝડપાયા બાદ પરત લાવતી વખતે સંતરામપુરના બસ સ્ટેન્ડથી ચકમો આપીને તે કિશોરને લઇને બીજી વખત રવાના થઇ ગઇ હતી. શોધખોળ બાદ બંનેનો કોઇ જ પતો ન લાગતાં અંતે કિશોરના પિતાએ પોલીસ કે અરજી પણ આપી છે.
દાવો છે કે, ફતેપુરા તાલુકાના બે પરિવાર ગાંધીનગર ખાતે એકસાથે મજૂરીકામ કરતા હતા. આ દરમિયાન છ સંતાનોની માતાને 14 વર્ષીય કિશોર સાથે પ્રેમ પાંગર્યો હતો. ચર્ચા છે કે, મહિલાને પોતાના પ્રેમિના ઉંમરના તો સંતાનો છે. આરોપ છે કે, પ્રેમમાં અંધ મહિલા ગાંધીનગરથી એકલી આવીને કિશોરને સુખસર બોલાવી લઇને ગાંધીનગર રવાના થઇ ગઇ હતી.
મહિલાના પતિએ કિશોરના ઘરે જઇને છોકરો તેની પત્નીને ભગાડી ગયો હોવાની જાણ કરી હતી. બંને ગાંધીનગર જ હોવાની જાણ થતાં કિશોરનો પરિવાર 5 દિવસ પહેલાં બંનેને લઈને ફતેપુરા આવી રહ્યા હતા. જો કે, આ દરમિયાન સંતરામપુરમાં મહિલા ફરી ચકમો આપી કિશોરને લઈ રવાના થઈ ગઈ હતી. હવે મળતી માહિતી મુજબ મહિલા કિશોરને પોતાના પતિ તરીકે રાખવા માગે છે.
આ મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે. પીએસઆઈ એન.પી.સેલોતે કહ્યું હતું કે, આ સમગ્ર મુદ્દે મહિલા કિશોરને પતિ તરીકે રાખવા ભગાડી ગયાની અરજી આવી છે. અરજીના આધારે તપાસ ચાલુ છે. કિશોરની ઉંમરના પુરાવા લઇને તેના પિતાને કાલે બોલાવ્યા છે. અભ્યાસ બાદ ગુનો દાખલ કરાશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત

