Homeતાપણુંયુપીના પોલીસ સ્ટેશનમાં માર્ક ઝુકરબર્ગ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ

યુપીના પોલીસ સ્ટેશનમાં માર્ક ઝુકરબર્ગ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ

Team Chbauk-Political Desk: સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવની વિરૂદ્ધ અભદ્ર ટીપ્પણી કરવા અને કાર્ટુન બનાવી ફેસબુક પેજ પર બુઆ-બબુઆ પોસ્ટ કરવા અંગે એક ફરિયાદ ઠઠિયા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જેમાં ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગ અને અન્ય 49ને આરોપી બનાવવામાં આવ્યા છે.

કોર્ટના આદેશ પર આ રિપોર્ટ લખવામાં આવી છે. ઠઠિયા વિસ્તારના સરાહટી ગામના રહેવાસી અમિત કુમારે જણાવ્યું કે ફેસબુક પર એક પેજ બુઆ-બબુઆ નામથી ચાલી રહ્યું છે. એ પેજમાં સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સમાજવાદી પાર્ટીની વિરૂદ્ધ અભદ્ર ટીપ્પણી અને કાર્ટુન દ્વારા તેમની છબિને કલંકિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

વધુમાં તેમણે આ અંગે કહ્યું કે, ગત કેટલાક દિવસોમાં સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવનું કાર્ટુન બનાવી અભદ્રતા કરતા કેટલાક લોકોએ પોસ્ટ કરી હતી. કાર્ટુન પોસ્ટ કરનારાઓની વિરૂદ્ધ ઠઠિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. પોલીસે આરોપીઓની વિરૂદ્ધ કોઈ કાર્યવાહી ન કરી. કોર્ટના આદેશ પર ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગ સહિત 49 લોકોની વિરૂદ્ધ કેસ ફાઈલ કરવામાં આવ્યો છે. આ 49 લોકો એ છે જેણે પેજ પર લાઈક, શેર અને કોમેન્ટ કરી છે.

ઠઠિયા પોલીસ સ્ટેશનના પ્રભારી નારાયણ વાજપેયીએ જણાવ્યું કે, ‘કોર્ટના આદેશ પર ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગ સહિત 49 લોકોની વિરૂદ્ધ કેસ ફાઈલ કરવામાં આવ્યો છે. આગળની કાર્યવાહી ચાલી રહી છે.’ આશ્ચર્યની વાત એ છે કે કાર્ટુન અભદ્ર બનાવનાર પર થઈ કેસ થઈ શકે, અભદ્ર કોમેન્ટ કરનાર પર પણ થઈ શકે પણ લાઈક કરનારાઓ પણ?

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments