Team Chabuk-Sports Desk: પૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ગુજરાતમાં પોતાની બીજી ક્રિકેટ એકેડમી શરુ કરી છે. તેણે આ એકેડમી રાજકોટમાં શરુ કરી છે. આ એકેડમી માટે તેણે રાજકોટ શહેરની ગ્રીનવુડ ઈન્ટરનેશનલ સ્કૂલ સાથે કોલેબ્રેશન કર્યું છે. રાજકોટના યુવાવર્ગ અને બાળકોને ક્રિકેટમાં આગળ વધવા માટે એક પ્લેટફોર્મ મળી રહે તથા તેઓને વિશ્વવિખ્યાત ભારતના મહેન્દ્રસિંહ ધોનીનું માર્ગદર્શન મળે તે હેતુથી વિક્રાંત ક્રિકેટ એકેડમી દ્વારા ગ્રીનવૃડ સ્કૂલ કાલાવડ રોડ ખાતે મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટ એકેડમીની સ્થાપના કરવામાં આવી રહી છે.
પત્રકાર પરિષદમાં ગ્રીનવુડ સ્કૂલ અને રોજર મોટર્સના ડાયરેકટર ક્રિપાલસિંહજી જાડેજા, સોહેલ રઉફ તથા કેશબ રંજન બેનર્જી તેમણે ઉપસ્થિત રહીને આ અંગેની માહિતી આપી હતી. મહેન્દ્રસિંહ ધોનીની સફળતાનું કારણ કેશબ રંજન બેનર્જી છે જેમણે મહેન્દ્રસિંહ ધોનીને ક્રિકેટ માટેનું પ્રશિક્ષણ આપ્યું હતું.
સમગ્ર સૌરાષ્ટ્ર માટે ગર્વની વાત છે કારણ કે હવેથી યુવાવર્ગને કેશબ રંજન બેનર્જીના હાથ નીચે પ્રશિક્ષણ મળશે અને સૌરાષ્ટ્રમાં ક્રિકેટ વિષયક ઉત્તમ તાલીમ માટેનું માનવબળ પેદા કરી શકાશે. ધોની ક્રિકેટ કોચિંગ એકેડેમી આધુનિક ટેકનોલોજી, ઉચ્ચકક્ષાની કોચિંગ સુવિધા અને પ્રમાણિત કોચથી સુસજ્જ છે જે બાળકોને વિશ્વસ્તરીય ક્રિકેટ કોચિંગ પુરું પાડશે. આ એકેડમીમાં ભારતીય અને આંતરરાષ્ટ્રીય ભૂતપૂર્વ ખેલાડીઓ અને કોચ દ્વારા સુવ્યવસ્થિત અને અધ્યતન રીતે વિશ્વસ્તરીય ક્રિકેટનો અભ્યાસ કરાવવામાં આવશે. વિદ્યાર્થીઓને યોગ્ય ફિટનેસ માટે પોષણ અને આહાર વિશેનું માર્ગદર્શન પ્રતિષ્ઠિત ડાયેટીશિયન દ્વારા નિયમિત રીતે આપવામાં આવશે.
ગ્રીનવુડ ઈન્ટરનેશનલ સ્કૂલ હંમેશા ક્ષૈક્ષણિક સાંસ્કૃતિ અને રમતગમતમાં શ્રેષ્ઠ સહાય પુરી પાડવામાં માને છે. ગ્રીનવુડ ઈન્ટરનેશન સ્કૂલમાં અનુભવી તથા નેશનલ સ્તરે રમેલા અલગ-અલગ રમત માટે 9 કોચ છે જે બાળકોને ઉચ્ચ કક્ષાનું પ્રશિક્ષણ પુરું પાડે છે. આ સ્કૂલમાં 8 ક્રિકેટ પીચ તથા 2 ટર્ફપીચ, આધુનિક બોલિંગ મશીનસ પીચ વિઝન ટેકનોલોજી, આધુનિક ફિટનેસ ઈકવીપમેંટ્સ તથા આંતરરાષ્ટ્રીય સ્તરે અનુભવ લીધેલ ક્રિકેટ કોચ કાર્યરત છે.
એમ.એસ.ધોની ક્રિકેટ એકેડેમીમાં ગ્રીનવુડ સ્કૂલના વિદ્યાર્થીઓ ઉપરાંત ગ્રીનવુડ સ્કૂલમાં અભ્યાસ ન કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પણ આવકાર્ય છે.
રાજકોટ ગુજરાતનું બીજુ શહેર બની ગયું છે જ્યાં મહેન્દ્ર સિંહ ધોનીની ક્રિકેટ એકેડમી છે. મહેન્દ્ર સિંહ ધોનીએ આ પહેલા ક્રિકેટ એકેડમી અમદાવાદમાં 2021માં શરુ કરી હતી. ત્યારે તેણે શ્રી એન્ટરપ્રાઈઝ સાથે કોલેબ્રેશન કર્યું હતું. શ્રી એન્ટરપ્રાઈઝ પાસે ધોની ક્રિકેટ એકેડમીની ફ્રેન્ચાઈઝીના રાઈટ્સ છે.
અહીંના બાળકો સૌરાષ્ટ્ર માટે રમે
મહેંદ્ર સિંહ ધોની ક્રિકેટ એકેડમીના સીઈઓ સોહેલ રઉફે કહ્યું, સૌરાષ્ટ્ર રણજી ટીમ ઘણા વર્ષોથી સારુ પ્રદર્શન કરી રહી છે અને તેમણે આ વર્ષે પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. અમારી એકેડમી કોચિંગ અને યોગ્ય માર્ગદર્શન આપશે. અમે ઈચ્છીએ છીએ કે અમારી એકેડમીના બાળકો સૌરાષ્ટ્ર માટે રમે.
દિલ્હીના પૂર્વ રણજી ખેલાડી સોહેલ રઉફે આગળ કહ્યું, તેનું (ધોની) વિઝન બેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રકચર, ઉપકરણ, કોચ અને યુવા પ્રતિભાઓને અનુભવ પ્રદાન કરવાનું છે. એક ક્રિકેટર હોવાના નાતે છેલ્લા 25-30 વર્ષોમાં મે આ સંઘર્ષનો અનુભવ કર્યો છે જેમાંથી એક ક્રેકિટરે પસાર થવું પડે છે અને અમારો પ્રયાસ છે કે અમે વર્તમાન પેઢીને શું સારુ આપી શકીએ.
ઉલ્લેખનીય છે કે મહેંદ્ર સિંહ ધોનીની ક્રિકેટ એકેડમી ગુજરાત સિવાય ભારતના ઘણા શહોરમાં છે. જેમાં તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્નાટક, દિલ્હી અને રાજસ્થાન સામેલ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત