Homeગુર્જર નગરીઅનોખી સિદ્ધિઃ વડોદરામાં દર્દીને બેભાન કર્યા વિના સાડા ત્રણ કલાક મેરેથોન ઓપરેશન...

અનોખી સિદ્ધિઃ વડોદરામાં દર્દીને બેભાન કર્યા વિના સાડા ત્રણ કલાક મેરેથોન ઓપરેશન ચાલ્યું

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં કોરોના બાદ મ્યુકોરમાઈકોસિસ નામની બીમારીએ દેખા દેતા તબીબી જગત પણ ચિંતામાં મૂકાયું છે. રાજ્ય સરકારે મ્યુકોરમાઈકોસિસને મહામારી જાહેર કરી છે. રાજ્યની વિવિધ સરકારી હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસની વિનામૂલ્યે સારવાર થઈ રહી છે. ત્યારે મ્યુકોરમાઈકોસિસની સારવારમાં જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ, ગોત્રીના ઇ.એન.ટી.વિભાગે દર્દીને લાભદાયક હોય એવી નવીન પહેલો કરી છે. અગાઉ ફૂગગ્રસ્ત ના થયો હોય એવા આંખના ડોળાને સલામત રાખીને તેની પાછળના ભાગેથી માઇક્રોડીબ્રાઇડરની મદદથી ફૂગની સફાઈ કરવામાં આવી હતી અને ચહેરાની સુંદરતા અકબંધ રાખી દર્દીને માનસિક તણાવમાંથી બચાવવાની સર્જરી કરવામાં આવી હતી.

હાલમાં મ્યુકોરમાઈકોસિસના કેસ ઓછા થતાં લાળગ્રંથિની પથરી કાઢવાની, ગુજરાતના અન્ય કોઈ દવાખાનામાં થતી નથી એવી સર્જરી વડોદરાની આ હોસ્પિટલમાં કરવામાં આવી. તેના પછી એક આગવી પહેલના રૂપમાં આ સરકારી દવાખાનામાં તાજેતરમાં કિડનીની પથરી ધરાવતા એક મ્યુકોરમાઈકોસિસના દર્દીને આખેઆખો બેભાન કરવો શક્ય ન હોવાથી ફક્ત નાકના ભાગને બહેરો કરીને, દર્દીની સભાન અવસ્થામાં લગભગ સાડા ત્રણ કલાકની મેરેથોન સર્જરી ડો.હિરેન સોની અને સાથીઓની ટીમે કરીને, સરકારી દવાખાનાઓમાં થતાં તબીબી ચમત્કારોમાં એક ચમત્કારનો ઉમેરો કર્યો હતો.

દર્દીની સભાન અવસ્થામાં વધુમાં વધુ બે કલાકની શસ્ત્રક્રિયા કરી છે એવી જાણકારી આપતાં ડો.હિરેન સોનીએ જણાવ્યું કે, નાક કે પગની આવી શસ્ત્રક્રિયામાં દર્દી એ જોઈ શકતો નથી એટલે ખાસ વાંધો આવતો નથી. પરંતુ આ કેસમાં નાકમાંથી મગજની નીચેનો ભાગ, આંખની પાછળનો ભાગ, સાયનોસિસ જેવી જગ્યાઓમાંથી ફૂગની સફાઈ હાડકી કાપીને કરવાની હતી તેવી જાણકારી આપતાં ડો.સોનીએ જણાવ્યું કે, દર્દીની કિડનીમાં પથરીને લીધે ક્રિએટ માત્ર ત્રણ જેટલું રહેતું હોવાથી જનરલ એનેસ્થીસિયા આપવો શક્ય ન હતો.

વધુમાં, આ દર્દીને ઇન્જેક્શન દ્વારા લોકલ એનેસ્થેસીયા આપવામાં પણ જોખમ હતું. આ સંજોગોમાં નાકનો ભાગ પૂમડાંથી દવા લગાડી, બહેરો કરીને આ સર્જરી કરવામાં આવી. સર્જરી પહેલા દર્દીને પૂરી સમજણ આપવામાં આવી હતી. દર્દી નાકના ભાગેથી થઈ રહેલી સર્જરી તે નરી આંખે જોઇ શકતો હતો એવા સંજોગોમાં આ પ્રોસિજર કરવામાં આવી જેમાં દર્દીના આત્મવિશ્વાસ અને હિંમતને પણ દાદ આપવી પડે.

એટલું જ નહીં આ સર્જરી પછી 21 દિવસ સુધી ખાસ મોનિટરીંગ હેઠળ દર્દીને એમ્ફોટરેસીન બી અને લાયપોઝોમલ જેવી નેફ્રોટોકસિક દવાઓ ખૂબ જ કાળજીપૂર્વક આપીને તેને સાજો કરવામાં આવ્યો. આ સર્જરી ગોત્રીના સરકાર સંચાલિત દવાખાનાની તબીબી જ્ઞાન અને કુશળતાનો સમન્વય કરીને દર્દીઓને રાહત આપવાની સાફલ્ય ગાથાઓમાં એકનો ઉમેરો કર્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments