Homeગુર્જર નગરીSurat: વરાછામાં કાદવનો 'જ્વાળામુખી' ફાટ્યો, જ્યાં જુઓ ત્યાં માત્ર કાદવ-કાદવ, જુઓ તસવીરો

Surat: વરાછામાં કાદવનો ‘જ્વાળામુખી’ ફાટ્યો, જ્યાં જુઓ ત્યાં માત્ર કાદવ-કાદવ, જુઓ તસવીરો

Team Chabuk-Gujarat Desk: સુરતના વરાછના હીરાબાગ સર્કલ પાસેની વિઠ્ઠલનગર સોસાયટીમાં આશ્ચર્યજનક દૃશ્યો સામે આવ્યાં છે, જેને લઈને શહેરભરમાં ચર્ચાએ જોર પકડ્યું છે. વિઠ્ઠલનગર સોસાયટીમાં એક જ ઘરના જે નળ હતા એમાંથી પાણીને બદલે કાદવ બહાર આવવાનો શરૂ થઈ ગયો હતો. એકાએક જ કાદવનો સ્તર વધવા લાગતાં આખી સોસાયટીના રહીશો ચિંતામાં મુકાયા છે. સુરતના વરાછના હીરાબાગ સર્કલ પાસે હાલ મેટ્રોની કામગીરી ચાલી રહી છે. જેના કારણે વિઠ્ઠલનગર સોસાયટીના લોકોની હાલત કફોડી બની છે. મેટ્રોની કામગીરી સમયે સોસાયટીમાં કાદવના થર થઈ ગયા છે. સોસાયટીમાં કાદવનું વહેણ ફરી વળ્યું છે. લોકોએ ઘરમાં કાદવ ઘૂસતો અટકાવવા ઈંટોની આડશ મુકી છે.

સામાન્ય રીતે વરસાદના સમય દરમિયાન આપણને સોસાયટીઓમાં પાણી ભરાવાને કારણે કાદવનાં દૃશ્યો જોવા મળતાં હોય છે, પરંતુ સુરતની હીરાબાગ સર્કલ પાસે આવેલી વિઠ્ઠલનગર સોસાયટીમાં જે દૃશ્યો જોવા મળ્યાં છે એનાથી સૌકોઈ અચંબિત થઈ ગયા છે. સોસાયટીનાં ઘરોમાં જ્યાં જ્યાં પાણીની પાઇપો હતી એમાં પાણી આવવાને બદલે કાદવ બહાર આવવાનો શરૂ થઈ ગયો હતો.

ખૂબ મોટા પ્રમાણમાં કાદવ એકાએક જ જમીન સ્તરથી ઉપર આવવાનો શરૂ થતાં લોકો ગભરાઈ પણ ગયા હતા. આનાં દૃશ્યોને જોઈને સૌકોઈ આશ્ચર્યમાં મુકાયા છે. જેના કારણે વિઠ્ઠલનગર સોસાયટીના લોકોની હાલત કફોડી બની છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments