Homeગામનાં ચોરેમુકેશ અંબાણી બન્યા ભારતના સૌથી અમીર વ્યક્તિ, ગૌતમ અદાણીને છોડ્યા પાછળ

મુકેશ અંબાણી બન્યા ભારતના સૌથી અમીર વ્યક્તિ, ગૌતમ અદાણીને છોડ્યા પાછળ

Team Chabuk-National Desk: મુકેશ અંબાણી ફરી એક વખત દેશના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. તેમણેગૌતમ અદાણીને સૌથી વધુ નેટવર્થની બાબતમાં પાછળ છોડી દીધા છે. ફોર્બ્સે આ માહિતી આપી છે. કેન્દ્રીય બજેટની જાહેરાત વચ્ચે મુકેશ અંબાણીએ વિશ્વના ટોપ-10 ધનિકોની યાદીમાં ગૌતમ અદાણીને પાછળ છોડી દીધા છે. ગૌતમ અદાણીના શેરમાં ઘટાડાને કારણે તેમની નેટ વર્થ ઘટીને $83.9 બિલિયન થઈ ગઈ છે. તે જ સમયે, મુકેશ અંબાણીએ હવે $84.3 બિલિયનની નેટવર્થ સાથે ગૌતમ અદાણીને પાછળ છોડી દીધા છે.
ફોર્બ્સની આ યાદીમાં અદાણી 10માં નંબરે પહોંચી ગયા છે, જ્યારે અંબાણી 9માં નંબરે છે. અગાઉ, અદાણીને 24 કલાકની અંદર $10 બિલિયનનું નુકસાન થયું હતું અને પછી તે ચોથા નંબરથી આઠમાં નંબરે સરકી ગયા હતા.

ટોપ-10 અમીરોની યાદીમાં પાછળ રહી ગયેલા અદાણી પણ એક દિવસમાં સૌથી વધુ સંપત્તિ ગુમાવનારા અબજોપતિઓની યાદીમાં સામેલ થઈ ગયા છે. $20.8 બિલિયનના એક દિવસીય ઘટાડા પછી, તે એલોન મસ્ક, જેફ બેઝોસ અને માર્ક ઝકરબર્ગની રેન્કમાં જોડાઈ ગયા છે. એલોન મસ્ક એક દિવસમાં સૌથી વધુ $35 બિલિયન, માર્ક ઝકરબર્ગ $31 બિલિયન અને જેફ બેઝોસે $20.5 બિલિયન ગુમાવ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments