Team Chabuk-Sports Desk: IPL મીની હરાજી શુક્રવારે એટલે કે ગઇકાલે 23 ડિસેમ્બર 2022 કોચીમાં થઈ હતી. મીની હરાજીમાં 10 ટીમોએ કુલ 405 ખેલાડીઓ પર બોલી લગાવી હતી, જેમાંથી માત્ર 80 ખેલાડીઓ વેચાયા હતા. ઘણા વિદેશી ખેલાડીઓ એવા હતા જેમને કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા અને તેની સામે કેટલાક ભારતીય ખેલાડીઓ પણ એવા છે જેમના પર કરોડો રૂપિયાનો વરસાદ થયો હતો. ઈંગ્લેન્ડના સેમ કુરન, બેન સ્ટોક્સ, હેરી બ્રુક, ઓસ્ટ્રેલિયાના કેમરન ગ્રીન, ભારતના મયંક અગ્રવાલ અને અન્ય ઘણા ખેલાડીઓ આ વર્ષના સૌથી મોંઘા ખેલાડીઓમાં સામેલ થયા છે.
આ હરાજીમાં ગોપાલગંજના મુકેશ કુમાર પર પણ પૈસાનો વરસાદ થયો છે. બંગાળ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમી રહેલા ફાસ્ટ બોલર મુકેશ કુમારને દિલ્હી કેપિટલ્સે 5.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે તેની બેઝ પ્રાઇસ 20 લાખ રૂપિયા હતી.પહેલી વખત આઈપીએલમાં રમવા માટે તૈયાર થયેલા મુકેશને ખરીદવા માટે દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે લાંબી બોલીની લડાઈ ચાલી હતી અને અંતે દિલ્હી આ ખેલાડીને તેમની સાથે જોડવામાં સફળ રહ્યું હતું.
મુકેશ કુમારની વાત કરી તો તેઓ બિહારના ગોપાલગંજ જિલ્લામાંથી રહે છે અને તેનું ગામ ખૂબ જ પછાત વિસ્તારમાં આવે છે. એક રિપોર્ટમાં સામે આવ્યું હતું કે શરૂઆતથી જ મુકેશ ક્રિકેટ રમવામાં ખૂબ જ સારો હતો પણ બિહારની કોઈ ટીમ રણજીનો ભાગ ન હોવાને કારણે તેના માટે આગળનો રસ્તો પસંદ કરવો ખૂબ જ મુશ્કેલ હતું. જણાવી દઈએ કે મુકેશના પિતા કોલકાતામાં રહેતા હતા ત્યારે ટેક્સી ચલાવતા હતા અને એ માટે જ મુકેશે ત્યાં જવાનું જોખમ લીધું હતું. સખત મહેનત કરીને મુકેશે બંગાળની ટીમમાં પોતાનું સ્થાન બનાવ્યું અને સ્થાનિક ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. આ પછી મુકેશને ઈન્ડિયા-એ ટીમમાં સ્થાન મળ્યું અને આ વર્ષે તેને ભારતીય ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો છે.
મુકેશે અત્યાર સુધી રમાયેલી 33 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 123 વિકેટ લીધી છે અને એ દરમિયાન તેણે છ વખત એક ઇનિંગમાં પાંચ કે તેથી વધુ વિકેટ લીધી હોવાનો પણ રેકોર્ડ બનાવ્યો છે. મુકેશે 24 લિસ્ટ-એ અને 23 ટી-20 મેચ પણ રમી છે અને લિસ્ટ-એમાં તેને 26 વિકેટ લીધી છે જેમાં 71 રનમાં ત્રણ વિકેટ લેવી તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. આ સાથે જ T20માં 25 વિકેટ લીધી છે અને તેની ઈકોનોમી 7.20 રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
