Team Chabuk-Sports Desk: આર્જેન્ટીના ફિફા વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા બાદ હજુ દેશમાં ઉજવણીનો માહોલ છે. ટીમને જીત અપાવવામાં લિયોનલ મેસી સાથે સમગ્ર ટીમે ખૂબ શાનદાર પ્રદર્શન કર્યું. ફાઈનલમાં 2 ગોલ અને ત્યારબાદ પેનલ્ટી શૂટઆઉટમાં 1 ગોલ કરીને મેસીએ પોતાની અંતિમ મેચને યાદગાર બનાવી હતી સાથે જ તમામ ફૂટબોલરપ્રેમીઓના દિલ જીત્યા હતા.
આર્જેન્ટીના માટે 36 વર્ષથી જોવાઈ રહેલી રાહનો અંત આવ્યો હતો. લિયોનલ મેસીના ફેન ન માત્ર આર્જેન્ટીનામાં છે, વિશ્વભરના ખુણે ખુણે તેના ચાહકો છે. તેની લોકપ્રિયતા ખૂબ ઉંચી છે. ફુટબોલ વિશ્વના આ મહાન ખેલાડીએ ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહ માટે એક ખાસ ગિફ્ટ મોકલી છે. જેનો ફોટો પ્રજ્ઞાન ઓઝાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે.
સ્ટાર ફુટબોલર મેસીએ પોતાની સાઈન કરેલી એક ટીશર્ટ ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરીને મોકલી છે. સેક્રેટરી જય શાહની ટીશર્ટ સાથેને પ્રજ્ઞાને પોતાની તસ્વીર શેર કરી છે. જેમાં તેણે લખ્યુ છે કે, ‘GOAT એ જયભાઈને માટે શુભકામનાઓ અને હસ્તાક્ષર કરેલ મેચ જર્સી મોકલી છે! કેટલુ વિનમ્ર વ્યક્તિત્વ છે. આશા છે કે મને પણ પોતાના માટે એક મળી જશે… જલ્દી થી!
મહત્વનું છે કે, ફ્રાંસને હરાવીને આર્જેન્ટીના વિશ્વ ચેમ્પિયન બનતા જ જય શાહે શુભેચ્છાઓ પાઠવી હતી. ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહે સોશિયલ મીડિયા પર લખ્યુ હતુ કે, ‘ફૂટબોલની શુ અવિશ્વનિય રમત છે! બંને ટીમોએ અસાધારણરૂપથી સારી રમત રમી છે. આર્જેન્ટિનાને ત્રીજા ફિફા વિશ્વકપને જીતવા બદલ અભિનંદન! એક સારી રીતે લાયક જીત’
ફ્રાંસ અને આર્જેન્ટિના વચ્ચેની ફાઈનલ મેચ દિલધડક રહી હતી. મેચના પ્રથમ હાફમાં આર્જેન્ટિના એકતરફી આગળ રહ્યુ હતુ, પરંતુ નિર્ધારિત સમય પૂર્ણ થતા બંને ટીમના નામે બે-બે ગોલ હતા. ત્યારબાદ એક્સ્ટ્રા ટાઈમાં પણ બંને ટીમે 1-1 ગોલ કર્યો. પરિણામે મેચ પેનલ્ટી શૂટઆઉટ સુધી ગઈ જેમાં આર્જેન્ટીનાએ મેદાન માર્યું !
35 વર્ષીય મેસીએ ફિફા વિશ્વકપમાં 7 ગોલ કર્યા હતા અને 3 ગોલ આસિસ્ટ કર્યા હતા. જેને લઈ તેને ગોલ્ડન બોલ મળ્યો હતો. આર્જેન્ટીનાનો તે ફોરવર્ડ ફૂટબોલ વિશ્વકપના ઈતિહાસમાં પ્રથમ એવો ખેલાડી નોંધાયો છે કે, જે બીજીવાર ગોલ્ડન બોલ મેળવી ચુક્યો છે. આ પહેલા મેસીએ ફુટબોલ વિશ્વકપ 2014માં ગોલ્ડન બોલ મેળવ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
