Team Chabuk-Sports Desk: IPL 2024 22 માર્ચથી શરૂ થઈ રહી છે તે પહેલા જ મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો લાગી શકે છે. અહેવાલો મુજબ સૂર્યકુમાર હજુ સુધી નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ની ફિટનેસ ટેસ્ટ પાસ કરી શક્યો નથી. જેથી તેના પર IPLની સિઝનમાંથી બહાર થઈ શકે છે. જો આવું થશે તો મુંબઈ ઈન્ડિયન્સ માટે તે મોટો ફટકો હશે.
દાવો છે કે, સૂર્યાએ તાજેતરમાં જ તેનો પહેલી ફિટનેસ ટેસ્ટ આપી હતી જેમાં તે નાપાસ થયો હતો. હવે આજે (21મી માર્ચ) ફરી સૂર્યાને ટેસ્ટ આપવાની છે. જો સૂર્યા આ ટેસ્ટમાં પણ નિષ્ફળ જાય છે તો તેના પર આઈપીએલ 2024ની આખી સીઝનમાંથી બહાર થઈ જવાનો ખતરો મંડરાઈ જશે.
પ્રથમ ફિટનેસ ટેસ્ટમાં ફેલ થયા બાદ સૂર્યકુમારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ સમાચારની પુષ્ટિ કરી હતી. સૂર્યાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર તૂટેલા હૃદયની ઈમોજી શેર કરી હતી.
મહત્વનું છે કે, સૂર્યાએ હાલમાં જ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ભારતીય T20 ટીમની કપ્તાની સંભાળી હતી. આ દરમિયાન તેને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. આ કારણે તે અફઘાનિસ્તાન સામેની સિરીઝ પણ રમી શક્યો નહોતો.
2012માં ડેબ્યૂ કરનાર સૂર્યા અત્યાર સુધી IPLની 11 સિઝન રમી ચૂક્યો છે. આ સમયગાળા દરમિયાન તેણે કુલ 139 મેચ રમી છે. 24 માર્ચે મુંબઈની પહેલી મેચ ગુજરાત ટાઇટન્સ સાથે છે.

તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત