Team Chabuk-Sports Desk: એલિમિનેટર મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને યૂપી વોરિયર્સ વચ્ચે રમાઈ હતી. જેમાં મુંબઈના બોલર ઈસી વોંગે સતત ત્રણ વિકેટ લઈને ઈતિહાસ રચ્યો છે. તેણે આ ટૂર્નામેન્ટની પ્રથમ હેટ્રિક લીધી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 183 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
વોંગ ઇનિંગ્સની 13મી ઓવર કરી રહી હતી. આ પછી તેણે સિમરન શેખને આઉટ કરી. સિમરન ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગઈ. આ પછી તરત જ સોફી એક્લેસ્ટોન પણ આઉટ કરી તે પણ ખાતું પણ ખોલાવી શકી ન હતી.
વોંગે મેચમાં મુંબઈ માટે ઘાતક બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં માત્ર 15 રન આપીને 4 વિકેટ લીધી હતી. આ પહેલા પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. નેટ સાયવરે ટીમ માટે ઘાતક બેટિંગ કરી હતી. તેણે 38 બોલનો સામનો કરીને અણનમ 72 રન બનાવ્યા હતા. સાયવરે 9 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન હરમનપ્રીત કૌર માત્ર 14 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. હિલી મેથ્યુસે 26 રનની ઇનિંગ રમી હતી.
𝙁𝙄𝙍𝙎𝙏 𝙃𝘼𝙏-𝙏𝙍𝙄𝘾𝙆 𝙀𝙑𝙀𝙍 𝙄𝙉 #𝙏𝘼𝙏𝘼𝙒𝙋𝙇 🔥
— Women's Premier League (WPL) (@wplt20) March 24, 2023
Take a bow Issy Wong 🫡
Follow the match ▶️ https://t.co/QnFsPlkrAG#Eliminator | #MIvUPW pic.twitter.com/n3ZKFaxNvP
મુંબઈ ઈન્ડિયન્સે એલિમિનેટર મેચમાં યૂપી વોરિયર્સ સામે મોટી જીત મેળવી છે. મુંબઈએ આ મેચ 72 રને જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ફાઈનલમાં દિલ્હી કેપિટલ્સ સાથે ટકરાશે. જે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. આ મેચ 26 માર્ચે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. પોઈન્ટ ટેબલમાં ટોચની બે ટીમો જ ફાઇનલમાં એકબીજાનો સામનો કરશે. મુંબઈ બીજા ક્રમે હતું. યૂપીએ ત્રીજું સ્થાન મેળવીને એલિમિનેટરમાં સ્થાન મેળવ્યું હતું, પરંતુ તે આગળ વધી શક્યું ન હતું.
તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત