Team Chabuk-Gujarat Desk: માનવાતાથી મોટો કોઈ ધર્મ નથી. આ વાત સાબિત કરી કરી છે વલસાડના પારડીના એક મુસ્લિમ યુવકે. પારડીના આ યુવકે કોરોનાના દર્દીને બચાવવા રોજો તોડી અને પ્લાઝમાનું દાન કર્યું. રમઝાન મહિનામાં કોરોના દર્દી માટે ફરિસ્તો બનીને આવેલા આ યુવકનું નામ છે સઈદ એહમદ યુસુફ. જેને કોરોનાના દર્દીને પ્લાઝમાની જરૂરિયાત હોવાની જાણ થતાં જ વિચાર્યું કે જો કોઈનું જીવન બચાવવા માટે રોજો તોડવો પડે તો તે પાપ નથી પરંતુ એક પ્રકારનું પૂણ્ય જ છે.
આ મુદ્દે સઈદે કહ્યું કે, રમઝાનનો પવિત્ર મહિનો ચાલતો હોવાથી મેં પણ રોજો રાખ્યો હતો. આ દરમિયાન મને જાણ થઈ હતી કે બે કોરોના દર્દીને પ્લાઝમાની જરૂર છે અને હું પ્લાઝમા ડોનેટ કરવા માટે સક્ષમ હતો જેથી મે તે બે જિંદગી બચાવવાનો નિર્ણય કર્યો હતો. તેણે કહ્યુ કે, લોકોનું જીવન બચાવવા માટે સામે હિન્દુ, મુસ્લિમ, શીખ કે ઈસાઈ કોઈ પણ વ્યક્તિ હોય જરૂર પડશે તો હું આવનારા સમયમાં પણ પ્લાઝમાં ડોનેટ કરવા તૈયાર છું.
હાલ મુસ્લિમ ધર્મનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. રમઝાન મહિનામાં દાનનું પણ એટલું જ મહત્વ છે. ત્યારે આ મુસ્લિમ યુવકે પ્લાઝમાનું દાન કરીને પૂણ્યનું ભાથું બાંધ્યું છે.
કેવી રીતે જાણ થઈ ?
પારડી શહેરમાં સેવાભાવી યુવકો ચિંતન સંઘાડિયા, રાજ શાહ, પિનાકીન રાણા સહિતના યુવાનો ઈમરજન્સી બ્લડ ડોનેટ નામનું ગ્રુપ ચલાવે છે. બ્લડની જરૂર હોય એવા વ્યક્તિઓને આ ગૃપ મદદરૂપ બની બ્લડની વ્યવસ્થા કરી આપે છે. પ્લાઝમાની જરૂર હોવાથી બે દર્દીઓએ આ ગૃપના સભ્યોનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ ગૃપે પ્લાઝમા ડોનરને શોધવા કવાયત શરૂ કરી હતી. આ ગૃપના માધ્યમથી જ પારડી શહેરમાં શાકભાજી માર્કેટ ખાતે રહેતા સઈદ અહેમદ યુસુફને જાણ થઈ હતી અને એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના તેણે બે અજાણ્યા દર્દીનું જીવન બચાવવા રોઝો તોડી વલસાડ બ્લડ બેંકમાં પ્લાઝમા ડોનેટ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત