Homeદે ઘુમા કેબેડમિન્ટનમાં ભારતે રચ્યો ઈતિહાસઃ 14 વખતની ચેમ્પિયન ટીમને હરાવી થોમસ કપની ફાઈનલ...

બેડમિન્ટનમાં ભારતે રચ્યો ઈતિહાસઃ 14 વખતની ચેમ્પિયન ટીમને હરાવી થોમસ કપની ફાઈનલ જીતી, 73 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત બન્યું

Team Chabuk-Sports Desk: ભારતીય બેડમિન્ટન ટીમે આજે એક નવો ઈતિહાસ રચી દીધો છે. બેડમિન્ટન ટીમની આ સિદ્ધિથી ભારતનો ડંકો વિશ્વમાં વાગ્યો છે. સૌથી મહત્વની ગણાતી બેડમિન્ટન ટુર્નામેન્ટ થોમસ કપની ફાઈનલમાં ભારતીય બેડમિન્ટન ટીમે ઈન્ડોનેશિયાને હરાવીને ટુર્નામેન્ટ જીતી લીધી છે. 14 વખતની ચેમ્પિયન ટીમ ઈન્ડોનેશિયાને ભારતીય ટીમે 3-0થી હરાવીને થોમસ કપની ફાઈનલ જીતી લીધી છે.

આ ટૂર્નામેન્ટના 73 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ભારત થોમસ કપની ફાઈનલ સુધી પહોંચ્યું હતું. ભારતે આ મેચ બેસ્ટ ઓફ 5 ફોર્મેટમાં 3-0થી જીતી લીધી છે. ભારતે સિંગલ્સ, ડબલ્સ પછી બીજી સિંગલ્સમાં પણ જીત મેળવી હતી. જેમાં કિંદામ્બી શ્રીકાંતે જોનાથન ક્રિસ્ટીને 21-15, 23-21થી હરાવ્યો હતો.

અગાઉ ફાઈનલની બીજી મેચમાં સિંગલ્સ જીત્યા પછી ડબલ્સ મેચ જીતી. ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રંકી રેડ્ડીની ભારતીય જોડીએ પહેલી મેચ ગુમાવી પછી બીજી અને ત્રીજી મેચ જીતી લીધી હતી.

થોમસ કપ વિજેતા ભારતીય ટીમને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શુભેચ્છા પાઠવી છે.

ફાઈનલ સુધીની સફર

થોમસ કપમાં ભારતીય ટીમની ફાઈનલ સુધીની સફર શાનદાર રહી. ભારતીય ટીમને ફાઈનલના પ્રવાસમાં ગ્રૂપ સ્ટેજની મેચમાં ચાઈનીઝ તાઈપેઈ સામે એકમાત્ર હાર મળી હતી. ભારતીય ટીમે ગ્રુપ સ્ટેજની મેચમાં જર્મનીને 5-0થી હરાવ્યું હતું. કેનેડાને 5-0થી હરાવ્યું હતું. જો કે ચીની તાઈપેઈ સામે 2-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે ક્વાર્ટર ફાઇનલમાં 5 વખતની ચેમ્પિયન ટીમ મલેશિયાને હરાવ્યું હતું. જ્યારે સેમીફાઇનલમાં 32 વખત અંતિમ ચરણ રમનારી ડેનમાર્ક જેવી ટીમને હરાવી હતી.

વિજેતા ટીમને 1 કરોડનું ઈનામ આપશે સરકાર

આ સાથે જ રમતગમત મંત્રાલય તરફથી થોમસ કપ વિજેતા ટીમને 1 કરોડ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુરે આ જાહેરાત કરી છે. આ સાથે જ તેમણે પણ ટીમના તમામ ખેલાડીઓને થોમસ કપની ફાઈનલમાં શાનદાર જીત બદલ અભિનંદન પાઠવ્યાં છે.

થોમસ કપ અગાઉ ત્રણ વર્ષે યોજવામાં આવતો હતો પરંતુ 1982માં ફોર્મેટમાં ફેરફાર પછી તેનું આયોજન બે વર્ષે કરવામાં આવે છે. થોમસ કપને મેન્સ વર્લ્ડ ટીમ ચેમ્પિયનશિપ તરીકે પણ ઓળખવામાં આવે છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments