Team Chabuk-Gujarat Desk: આણંદના ઓડ ગામના દેવરામપુરા સીમમાંથી નકલી પાન મસાલા બનાવવાનું કારખાનું ઝડપાયું છે. કોપી રાઈટ કંપની અને આણંદની એલસીબી પોલીસે સંયુક્ત રીતે દરોડા પાડીને નકલી પાન મસાલા પડીકીઓ બનાવવાતી ફેકટરીને ઝડપી લીધી હતી અને બે આરોપીની ધરપકડ કરી છે. આ ઉપરાંત LCBએ પડીકી બનાવવાની મશીનરી, નકલી પાન મસાલાનો જથ્થો અને પાન મસાલા પાઉચનાં રોલ મળી કુલ 1.31 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.
મળતી માહિતી મુજબ ઓડ ગામનાં દેવરામપુરા સીમ વિસ્તારમાં એક કાચુ મકાન આવેલુ છે. આ કાચા મકાનમાં નકલી વિમલની પડીકીઓ બનાવી બજારમાં વેચાણ કરવામાં આવતું હોવાની બાતમી મળી હતી. જેના આધારે કોપી રાઈટ કંપનીએ આણંદની એલસીબી પોલીસને સાથે રાખીને મિની ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા.
પોલીસે રહેણાંક મકાનમાં ચાલતી નકલી વિમલ પાન મસાલા અને ગુટખા બનાવવાની મિની ફેકટરીમાંથી નકલી વિમલની પડીકીઓનો જથ્થો, વિમલ બ્રાન્ડના છાપેલા પ્લાસ્ટિકના રોલ, પડીકીઓ બનાવવાનું મશીન, તેમજ કાથા કંચુકામાંથી પાન મસાલા બનાવવાનું હલકી ગુણવત્તાવાળા રો મટીરીયલ્સ સહિત 1.31 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ કેસમાં એલસીબીએ શકીલ ઇકબાલ વ્હોરા અને મકાન માલિક અનુપ પરમારની ઘરપકડ કરી છે. આ ઉપરાંત વિમલ બ્રાન્ડની નકલી ગુટખા બનાવવા રો-મટિરિયલ્સ પૂરું પાડનારા અમદાવાદના મતીન ઉર્ફે ભયલું વ્હોરા નામના શખ્સ વિરુદ્ધ પણ ગુનો નોંધ્યો છે.તપાસમાં સામે આવ્યું છે કે, અમદાવાદનો મતીન ઉર્ફે ભયલું વ્હોરા અગાઉ નકલી ગુટખા બનાવવાનાં કૌભાંડમાં ઝડપાઈ ચુક્યો છે.
મતીન નકલી વિમલ પાનમસાલા અને તમાકુ બનાવવાનું રો-મટીરીયલ્સ શકીલને સપ્લાય કરતો હતો. ગુટખા તૈયાર કરી શકીલ તે જથ્થો અમદાવાદમાં મતીનને મોકલતો હતો. ત્યારબાદ મતીન આ નકલી વિમલનો જથ્થો અમદાવાદનાં બજારોમાં નાના વેપારીઓને સપ્લાય કરતો હતો. હાલ પોલીસ તપાસ કરી રહી છે કે આરોપીએ આ કાળોકારોબાર ક્યારથી શરૂ કર્યો હતો અને અત્યાર સુધીમાં કેટલો નકલી જથ્થો બજારમાં ઘૂસાડવામાં આવ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
