Homeગામનાં ચોરેમહારાષ્ટ્ર: સગીરાનો એક બે નહીં 400 લોકોએ બળાત્કાર કર્યો

મહારાષ્ટ્ર: સગીરાનો એક બે નહીં 400 લોકોએ બળાત્કાર કર્યો

Team Chabuk-National Desk: મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં 16 વર્ષની એક છોકરીએ આરોપ લગાવ્યો છે કે તેનો 400 લોકોએ બળાત્કાર કર્યો. સગીરાએ એ પણ આરોપ લગાવ્યો છે કે તે ફરિયાદ દાખલ કરાવવા માટે પોલીસની પાસે પહોંચી હતી, જોકે પોલીસે પણ તેનું યૌન શોષણ કર્યું હતું. 400 લોકોએ બળાત્કાર કર્યાનો આક્ષેપ કરી રહેલી તરુણીના પેટમાં બે મહિનાનું બાળક પણ છે.

પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેની માતાનું બે વર્ષ પૂર્વે નિધન થઈ ગયું હતું. આઠ મહિના પહેલા તેના પિતાએ તેના લગ્ન કરાવી નાખ્યા. સાસરાપક્ષમાં તેના પર અત્યચાર થતો હતો અને તેને મારવામાં આવતી હતી. એવામાં તે ત્યાંથી ભાગી તેના પિતાને ત્યાં આવી ગઈ. જોકે પિતાએ તેને ઘરમાં રાખવાથી ઈન્કાર કરી દીધો હતો. અહીંથી તે બીડ જિલ્લાના અંબાઝોગઈમાં એક બસ સ્ટેન્ડ પર ભીખ માગવા લાગી હતી.

અહીં બે લોકોએ તેને નોકરી અપાવવાની લાલચ આપી તેનો બળાત્કાર કર્યો હતો. એ પછી 400 અલગ અલગ લોકોએ તેનો બળાત્કાર કર્યો હતો. હાલ પીડિતાના પેટમાં બે મહિનાનું બાળક છે. પીડિતાએ આ અંગે બાળ કલ્યાણ સમિતિના ફર્સ્ટ ક્લાસ ન્યાયાધીશને જણાવ્યું હતું કે, મારી સાથે કેટલાય લોકોએ દુર્વ્યવહાર કર્યો. હું ફરિયાદ દાખલ કરવા માટે કેટલીય વખત અંબાઝોગઈ પોલીસ સ્ટેશનમાં ગઈ. પોલીસ વારંવાર મારો પીછો કરતી રહી. મારી વાત સાંભળ્યા છતાં દોષિતો પર કાર્યવાહી કરવામાં ન આવી. મને એક પોલીસ કર્મચારીએ પ્રતાડિત પણ કરી.

સગીરાએ હાલમાં જ આ સમગ્ર ઘટના મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદના આધાર પર કાયદેસરની કાર્યવાહી કરતા પોલીસે ચાઈલ્ડ મેરેજ એક્ટ, રેપ, યૌન શોષણ અને પોક્સો એક્ટ સંબંધિત કલમો હેઠળ કેસ ફાઈલ કર્યો છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ત્રણ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. આ સમગ્ર ઘટનામાં છોકરીના પિતા અને તેના સંબંધીઓની વિરૂદ્ધ બાળ વિવાહ નિષેધ અધિનિય અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, બળાત્કારના આરોપીને પકડવા માટે પોલીસ તપાસ કરી રહી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments