ચાર અંતરિક્ષ યાત્રીઓ સાથે સ્પેસ એક્સ રોકેટ અંતરિક્ષમાં જવા માટે રવાના થઈ ગયું છે. ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેંટરથી અંતરિક્ષ યાત્રીઓએ સ્પેસમાં ઉડાન ભરી હતી. સ્પેસ એક્સની આ બીજી એવી ઉડાન છે જેમાં અંતરિક્ષ યાત્રીઓ સામેલ હોય. 4 અંતરિક્ષ યાત્રીઓમાં ત્રણ અમેરિકી અને એક જાપાની અંતરિક્ષયાત્રી છે.
જો આ મિશન સફળ થશે તો બીજા અન્ય મિશન પણ પાર પડશે. આજે મોડી રાત સુધીમાં અંતરિક્ષયાન પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી જશે. છ મહિના સુધી યાન અંતરિક્ષમાં જ રહેશે. આ નાસાનું પહેલું એવું મિશન છે જેમાં ખાનગી કંપનીની મદદ લેવાઈ છે. સ્પેસએક્સ એક ખાનગી કંપની છે જે એરોસ્પેસ ક્ષેત્રે કામ કરે છે. અત્યાર સુધી નાસા અંતરિક્ષ યાત્રીઓને અંતરિક્ષમાં મોકલવા માટે રશિયાની ‘સોયુજ’ રોકેટ પર નિર્ભર હતી. ‘સોયુજ’ છેલ્લા 9 વર્ષથી નાસાને સુવિધા પુરી પાડે છે. આ વર્ષના પડકારોને જોતા રોકેટનું નામ ડ્રેગન કેપ્સૂલ રાખવામાં આવ્યું છે.
આ વર્ષનો સૌથી મોટો પડકાર કોરોના વાયરસ છે. રોકેટની ડિઝાઈન અને આધુનિક ટેકનિકથી સુસજ્જ ડ્રેગન કેપ્સૂલ ખુબ વિશાળ છે. ડ્રેગન સાત લોકોને અંતરિક્ષમાં લઈ જવા સક્ષમ છે. આ પહેલાં લોન્ચ કરાયેલા અંતરિક્ષ કેપ્સૂલની ક્ષમતા માત્ર ત્રણ લોકોને લઈ જઈ શકે એટલી જ હતી. કેપ્સૂલની અંદર એક વધારાનો રૂમ છે. જેમાં વૈજ્ઞાનિક પ્રયોગો થઈ શકશે.
અંતરિક્ષયાત્રીઓમાં કોણ કોણ સામેલ છે ?
કુલ ચાર અંતરિક્ષ યાત્રીઓ છે. જેમાં અમેરિકી વાયુસેનાના કર્નલ અને અંતરિક્ષયાત્રી માઈક હોપકિન્સ. ભૌતિક વૈજ્ઞાનિક શૈનન વોકર, જાપાની અંતરિક્ષ યાત્રી સોઈચી નોગુચી અને અમેરિકી નૌસેનાના કમાન્ડર તેમજ અંતરિક્ષયાત્રી વિક્ટર ગ્લોવલ સામેલ છે. વિક્ટર આ પહેલાં પણ અંતરિક્ષમાં જઈ આવ્યા છે. તેઓ પહેલાં અશ્વેત અંતરિક્ષયાત્રી છે જે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર છ મહિના રહી આવ્યા છે.
લોન્ચિંગ બાદ અમેરિકાના પદ નામિત રાષ્ટ્રપતિ જો બાઈડને નાસાની પ્રસંશા કરી હતી. તેમણે કહ્યું કે, આ વિજ્ઞાનની શક્તિનું પ્રમાણ છે. જે સાબિત કરે છે કે, સરળતા અને દ્રઢ સંકલ્પથી અમે શું મેળવી શકીએ છીએ.
Congratulations to NASA and SpaceX on today's launch. It’s a testament to the power of science and what we can accomplish by harnessing our innovation, ingenuity, and determination. I join all Americans and the people of Japan in wishing the astronauts Godspeed on their journey.
— Joe Biden (@JoeBiden) November 16, 2020
તો ટ્રમ્પે નાસાની આ કામગીરીને મહાન કહી.
A great launch! @NASA was a closed up disaster when we took over. Now it is again the “hottest”, most advanced, space center in the world, by far! https://t.co/CDCGdO74Yb
— Donald J. Trump (@realDonaldTrump) November 16, 2020
સ્પેસએક્સના સંસ્થાપક અને મુખ્ય કાર્યકારી એલન મસ્કને દૂર રહીને કાર્યવાહીનું નિરીક્ષણ કરવું પડ્યું. તાજેતરમાં જ મસ્કને કોરોના વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા. જેને લઈને તેઓએ અલગ રહેવું પડ્યું. મસ્કે ટ્વીટ સંદેશ આપ્યો હતો. તેમણે ટ્વીટ સંદેશમાં લખ્યું હતું કે, સૌથી વધુ સંભાવના છે. જોકે તેઓ કોરોનાગ્રસ્ત હોવાના કારણે ત્યાં હાજર રહી ઉત્સાહ નહોતા વધારી શક્યા.
Dragon can also hover & land propulsively, but we use the parachutes for maximum safety https://t.co/Mr7VFIQwWf
— Elon Musk (@elonmusk) November 15, 2020
કેનેડી સ્પેસ સેન્ટરમાં નાસાની નીતિ છે કે જે કોઈ વ્યક્તિને કોરોનાના લક્ષણ જોવા મળે તેમને અલગ રહેવું પડે. કોરોનાકાળ વચ્ચે નાસાએ મે મહિનાથી જ સ્પેસએક્સના ચાલકદળે સાવધાની રાખી હતી. અંતરિક્ષયાત્રી ઓક્ટોબરમાં પોતાના પરિવાર સાથે ક્વોરન્ટાઈન થઈ ગયા હતા. લોન્ચ વખતે પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું. તમામ લોન્ચકર્મીઓએ માસ્ક પહેર્યું હતું. આ ઉપરાંત કેનેડી સ્પેસ સ્ટેશન પર મહેમાનોની સંખ્યા પણ સીમિત રાખવામાં આવી હતી.