Homeતાપણુંસાતમી વખત મુખ્યમંત્રી બનવા પર શુભેચ્છા આશા રાખું આ વખતે ઉંદરો દારૂ...

સાતમી વખત મુખ્યમંત્રી બનવા પર શુભેચ્છા આશા રાખું આ વખતે ઉંદરો દારૂ પી ડેમ ન તોડી નાખે : તેજુ ભૈયા

આખરે બિહારની ડોર નીતિશ કુમારના હાથમાં સોંપી દેવાઈ. નીતિશ કુમારે બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ ફાગુ ચૌહાણે નીતિશ કુમારને
ગોપનીયતાના શપથ લેવડાવ્યા. બિહારમાં નીતિશ કુમાર સાથે બે નાયબ મુખ્યમંત્રી કામ કરશે નાયબ મુખ્યમંત્રી તરીકે તારકિશોર પ્રસાદ અને રેણુદેવીએ શપથ લીધા છે.

રેણુદેવી બિહારના પહેલાં મહિલા નાયબ મુખ્યમંત્રી બન્યા છે. તારકિશોર કટિહાર અને રેણુદેવી બેતિયા વિધાનસભા સીટ પરથી ચૂંટાયા છે. નીતિશ કુમારની ટીમમાં
તારકિશોર અને રેણુદેવી ઉપરાંત અન્ય 12 નેતાઓને પણ સામેલ કરાયા છે. આ 12 નેતાઓને પણ રાજ્યપાલે શપથ લેવડાવ્યા હતા. શપથ સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ઉપસ્થિત રહ્યા હતા.

નીતિશ કુમારની કેબિનેટમાં ભાજપના 7, જેડીયુના 5, હિંદુસ્તાની અવામ મોર્ચાના 1 અને વિકાસશીલ ઈન્સાન પાર્ટીના 1 ધારાસભ્યને સામેલ કરાયા છે. તેમની સંપૂણ લિસ્ટ જોઈએ.

ભાજપના ક્યા નેતાને કેબિનેટમાં સ્થાન ?

  • તારકિશોર પ્રસાદ, નાયબ મુખ્યમંત્રી
  • રેણુદેવી, નાયબ મુખ્યમંત્રી
  • મંગલ પાંડે, મંત્રી
  • અમરેન્દ્ર પ્રતાપસિંહ, મંત્રી
  • રામપ્રિત પાસવાન, મંત્રી
  • જીવેશ મિશ્રા, મંત્રી
  • રામ સૂર તરાય, મંત્રી

જેડીયુના ક્યા નેતાને કેબિનેટમાં સ્થાન ?

  1. વિજય ચૌધરી, મંત્રી
  2. વિજેન્દ્ર યાદવ, મંત્રી
  3. અશોક ચૌધરી, મંત્રી
  4. મેવાલાલ ચૌધરી, મંત્રી
  5. શીલા કુમારી, મંત્રી

આ ઉપરાંત હિંદુસ્તાન આવામ મોર્ચાના પ્રમુખ જીતન રામ માંઝીના પુત્ર સંતોષ કુમારનો પણ કેબિનેટમાં સમાવેશ કરાયો છે .જ્યારે વિકાસશીલ અવામ પાર્ટીના અધ્યક્ષ મુકેશ સહનીને મંત્રી પદ અપાયું છે. શપથગ્રહણ સમારોહમાં ભાજપના બે નેતાઓએ મૈથીલી ભાષામાં શપથ ગ્રહણ કર્યા હતા. જીવેશ મિશ્રા અને રામપ્રિત પાસવાને મૈથીલી ભાષામાં શપથ લીધા હતા.

નીતિશ કુમારે સાતમી વાર મુખ્યમંત્રી પદના શપથ લીધા

નીતિશ કુમાર અત્યાર સુધીમાં સાત વાર મુખ્યમંત્રી પદના શપથ લઈ ચુક્યા છે. પહેલીવાર નીતિશ કુમારે વર્ષ 2000માં મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા, પરંતુ બહુમતી સાબિત ન કરી શકતા માત્ર 7 જ દિવસમાં રાજીનામુ આપી દેવુ પડ્યું હતું. 2005માં ફરી તેઓ મુખ્યમંત્રી બન્યા અને લાલુ પ્રસાદ યાદવના એક હથ્થુ શાસનનો અંત લાવ્યા. 24 નવેમ્બર 2005ના રોજ શપથ લીધા બાદ 24 નવેમ્બર 2010 સુધી પાંચ વર્ષનો કાર્યકાળ સફળતા પુર્વક પૂર્ણ કર્યો. ત્યારબાદ 2010, 2015, 2017 અને હવે 2020 આમ કુલ સાત વખત તેઓએ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા. આ દરમિયાન બિહારમાં ઘણી રાજકીય ઉથલપાથલ થઈ. શપથ ગ્રહણ બાદ બિહાર કેબિનેટે કામ શરૂ કરી દીધુ છે. આજે બિહાર કેબિનેટની પ્રથમ બેઠક મળશે. 23 નવેમ્બરે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવાયું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નીતિશ કુમાર અને તેમના મંત્રીમંડળને શુભેચ્છા પાઠવી સાથે જ બિહારના વિકાસ માટે કેન્દ્ર તરફથી દરેક સંભવ કોશિશનું આશ્વાસન પણ આપ્યું. પ્રધાનમંત્રીએ ટ્વીટ સંદેશમાં લખ્યું કે, બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ નીતિશ કુમારજીને વધામણાં. હું તે દરેક લોકોને શુભેચ્છા પાઠવું છું જેમણે બિહાર સરકારમાં મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા NDA પરિવાર બિહારની પ્રગતિ માટે સાથે મળીને કામ કરશે. હું બિહારના કલ્યાણ માટે કેન્દ્ર તરફથી દરેક સંભવ
સહાયનું આશ્વાસન આપું છું.

તેજસ્વી યાદવે પણ ટ્વીટ દ્વારા નીતિશ કુમારને શુભેચ્છા પાઠવી. જો કે, તેમની શુભેચ્છામાં કટાક્ષ વધારે હતો. તેજસ્વી યાદવે કહ્યું કે, આદરણીય શ્રી નીતિશ કુમારજીને મુખ્યમંત્રી ‘મનોનીત’ બનવા પર શુભેચ્છા. આશા રાખુ છુ કે ખુરશીની મહત્વાકાંક્ષા કરતા તેઓ બિહારની જનાકાંક્ષા અને NDAના 19 લાખ નોકરી – રોજગાર, અભ્યાસ, દવા, કમાણી, સિંચાઈ, સુનાવણી જેવા સકારાત્મક મુદ્દે સરકારની પ્રાથમિકતા બનાવી રાખશે.

RJDના ઓફિસિયલ ટ્વીટર પેજ પર નીતિશ કુમારનો અત્યારથી વિરોધ શરૂ થઈ ગયો. RJDએ લખ્યું કે, “પરિસ્થિતિવશ ‘મનોનીત’ મુખ્યમંત્રી બનવા પર શ્રી નીતિશ કુમારને હાર્દિક શુભકામના આપની સમાજતોડ ખુરશીવાદી નીતિઓથી બિહારને બહું નુકસાન થયું છે. આ વખતે દરેક દિવસે બિહારનો બેરોજગાર યુવક નિયોજીત શિક્ષક અને સંવિદાકર્મી તમારી પાસે પોતાનો હક માગશે”

તેજપ્રતાપ યાદવે કહ્યું કે, “આદરણીય નીતિશજીને 7મી વાર મુખ્યમંત્રી મનોનીત બનવા પર હાર્દિક શુભકામનાઓ. આશા રાખુ છુ કે આ વખતે ઉંદરડા દારુના નશામાં કોઈ બંધ નહીં તોડી શકે અને ઉદ્ધાટન પહેલાં કોઈ પુલ નહીં તૂટે”

ચિરાગ પાસવાને પણ નીતિશ કુમાર પર ટ્વીટ દ્વારા કટાક્ષ કર્યો. ચિરાગ પાસવાને કહ્યું કે, આદરણીય નીતિશ કુમારજીને ફરીથી મુખ્યમંત્રી બનવા પર શુભેચ્છા. આશા કરુ છુ કે સરકાર આપનો કાર્યકાળ પુરો કરશે અને તમે NDAના જ મુખ્યમંત્રી બની રહેશો.

આ સમગ્ર વાતો વચ્ચે એક નામ ભૂલાય છે તે છે સુશીલ મોદી. ચર્ચા છે કે હવે સુશીલ મોદીને નવી જવાબદારી સોંપાઈ શકે છે. શપથગ્રહણ સમારોહ બાદ મીડિયાએ આ વાત નીતિશ કુમારને પણ પૂછી હતી. જો કે, નીતિશ કુમારે ભાજપને ખો આપી દીધી હતી. મીડિયાનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે, આનો જવાબ તમે ભાજપને પૂછો. સાથે તેમણે એમ પણ કહ્યું કે, અમે સુશીલ મોદીને મીસ કરીશુ.

ત્યારબાદ સુશીલ મોદીનું નામ મુંબઈ સુધી ગુંજ્યું હતું. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને સુશીલ મોદી વિશે સવાલ પૂછાયો હતો. દેવેન્દ્ર ફડણવીસે સુશીલ મોદીને ભાજપની સંપત્તિ ગણાવ્યા અને કહ્યું કે પાર્ટી તેમના વિશે વિચારશે. મંત્રીમંડળમાં સુશીલ મોદીને જગ્યા ન હતી મળવાની તેના સંકેત પહેલાંથી જ મળી ગયા હતા. સુશીલ મોદીએ ખુદ ટ્વીટ કરીને કહ્યું હતું કે, મને કાર્યકર્તા તરીકે કોઈ કાઢી નહીં શકે. તેમના ટ્વીટમાંથી એવો પણ સંકેત મળી રહ્યો હતો કે તેમને કોઈ બીજી જવાબદારી સોંપાઈ શકે છે. હવે સુશીલ મોદીને ભાજપ કઈ જવાબદારી સોંપે છે તે તો આવનારો સમય જ કહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments