Team Chabuk-National Desk: ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, બે ટ્રસ્ટી રમેશ ટીલાળા અને દિનેશ કુંભાણીએ દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી હતી. જેની તસવીરમાં સામે આવી છે. આ તસવીરમાં નરેશ પટેલ અને પ્રધાનમંત્રી સાથે જોવા મળી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી ખોડલધામ 31મી ઓક્ટોબરે આવે તેવી પૂરી શક્યતા છે. 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની પણ જન્મ જયંતી છે, યોગાનુયોગ નરેન્દ્ર મોદી ખોડલધામ આવી ખોડિયાર માતાજીના આશીર્વાદ અને ધ્વજા ચડાવે તેવો તખ્તો ઘડાય રહ્યો છે.
આ મુલાકાતમાં ખોડલધામના આમંત્રણને લઈને કોઈ ચર્ચા ન થઈ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. તેમજ આ મુલાકાતને શુભેચ્છા મુલાકાત હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ખોડલધામના ટ્રસ્ટીઓ દ્વારા અગાઉ વડાપ્રધાનને ખોડલધામ આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યારે જોવાનું એ રહ્યું કે હવે વડાપ્રધાન આ આમંત્રણને સ્વીકારે છે કે નહીં.
તો બીજી તરફ નરેશ પટેલની મુલાકાતને રાજકીય રીતે પણ જોવામાં આવી રહી છે અને અલગ-અલગ તર્ક વિતર્ક થઈ રહ્યા છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે, નરેશ પટેલની પ્રધાનમંત્રી સાથેની મુલકાતથી ભાજપને ફાયદો થશે. જો કે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલે ખોડલધામના નરેશ પટેલ અને વડાપ્રધાનની મુલાકાતને લઈને નિવેદન આપ્યું હતું કે, નરેશ પટેલની પ્રધાનમંત્રી સાથેની મુલાકાતથી ભાજપને ફાયદાની આવશ્યકતા નથી. ભાજપના કાર્યકર્તાઓ ખૂબ મજબૂત છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત