Team Chabuk-National Desk: મુઠ્ઠીના કદનું હ્રદય જીવનભર આપણા આખા શરીરમાં રક્ત પહોંચાડતું રહે છે. માટે જ શરીરના આ ખાસ અંગની કાળજી રાખવી ખૂજ જ જરૂરી છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે, દુનિયામાં હ્રદય રોગના કારણે દર વર્ષ 2 કરોડ લોકો મૃત્યુ પામે છે. ભારતમાં પણ હ્રદય રોગના કારણે થનારા મોતનો આંકડો સતત વધી રહ્યો છે. છેલ્લા 10 વર્ષમાં ભારતમાં હ્રદય રોગના કારણે મરનારા લોકોની સંખ્યા 75 ટકા જેટલી વધી છે. એટલું જ નહીં ચોંકાવનારી વાત તો એ છે કે, આમાથી દર 10 વ્યક્તિમાં 4 વ્યક્તિઓ એવા છે કે જેમની ઉંમર 45 વર્ષથી ઓછી છે.
એક રિપોર્ટ પ્રમાણે ઝડપી શહેરીકરણ, તણાવયુક્ત જીવનશૈલી, તમાકુનો વધુ પડતો ઉપયોગ, આહારમાં ચરબીવાળા પદાર્થોનું ઊંચું પ્રમાણ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને આરામદાયક જીવનશૈલીથી હૃદયરોગના પ્રમાણમાં વધારો થયો છે.
હ્રદય રોગના પણ કેટલાક ખાસ લક્ષણો છે. હ્રદયના મસલ્સની કાર્યક્ષમતા ઓછી થવાથી શરીરમાં યોગ્ય માત્રામાં લોહી પહોંચાડતા નથી પરિણામે શ્વાસ ફૂલે છે. હાથપગમાં સોજા આવે છે, શરદી-ઉધરસ વારંવાર થાય છે. આ ઉપરાંત છાતીમાં ડાબી બાજુ દુખાવો થાય. આ દુખાવો પછી ધીરેધીરે ડાબા પડખામાં, ડાબા હાથમાં ચહેરાની ડાબી બાજુ પણ થાય. છાતીનું વચ્ચેનું હાડકું જેના નીચલા છેડે પેટમાં એકજ જગ્યાએ ખુબ દુખે. આંખો ચઢી જાય. નાડીના ધબકારા ખુબ વધી જાય. દર્દી બુમો પાડે અને આવા દર્દીને તાત્કાલીક હોસ્પિટલમાં લઈ જવામાં ના આવે તો હાર્ટ કામ કરતું બંધ થઈ જાય અને મૃત્યુ થાય. જો કે, છાતીમાં દુખે એટલે તુરંત હાર્ટ એટેક માની લેવું પણ યોગ્ય નથી. આવા સમયે ડૉક્ટરની સલાહ લેવી ખુબ જરૂરી છે.
જ્યારે હૃદયને લોહી પહોંચાડતી ધમનીઓ સાંકડી થાય ત્યારે હૃદયને પૂરતું લોહી મળતું નથી. આને હૃદયની ધમનીનો રોગ (Coronary Artery Disease) કહેવાય. હૃદયને લોહી પહોંચાડતી રક્તવાહિનીઓ સાંકડી થવાથી ‘ઍન્જાઇના’ (છાતીનો દુઃખાવો)થાય છે. જ્યારે એમાં સંપૂર્ણપણે અવરોધ આવી જવાથી હૃદયરોગનો હુમલો આવે છે.
હૃદયમાં ચાર ખંડો છે. ચાર ખંડોમાંથી બે કર્ણક હોય છે અને બે ક્ષેપક હોય છે. કર્ણકો શરીર તેમજ ફેફસામાંથી લોહી સ્વીકારે છે અને આ લોહીને ક્ષેપકોમાં ધકેલે છે. ક્ષેપકો એ લોહીને પાછું આખા શરીરમાં તેમજ ફેફસામાં મોકલે છે. એટલે કર્ણકો અને ક્ષેપકો પંપનું કામ કરે છે. જો ક્ષેપકો ઉપર વધુ બોજ પડે તો હૃદય ધીમે ધીમે નબળું પડી જાય છે. જો કે, પોષક આહાર, નિયમિત કસરત, નિયમિતતા વગેરે હંમેશા હ્રદય રોગથી દૂર રાખેે છે. માટે તણાવ દૂર કરવા માટે યોગાશન, પ્રાણાયમ કરતા રહેવું જોઈએ જે આપને તણાવ મુક્ત પણ રાખશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત