Team Chabuk-Sports Desk: ભારતનો 14 વર્ષીય ભરત સુબ્રમણ્યમ દેશનો 73મો ચેસ ગ્રાન્ડમાસ્ટર બની ગયો છે. રવિવારે ઇટલીમાં યોજાયેલી Vergani Cup Open સ્પર્ધામાં ભરતે ત્રીજું અને અંતિમ ગ્રાન્ડમાસ્ટર માપદંડ હાંસલ કર્યું. મૂળ ચેન્નઈના ભરત સુબ્રમણ્યમે ચાર અન્ય રાઉન્ડ સાથે નવ રાઉન્ડથી 6.5 પોઈન્ટ મેળવ્યા. તે કેટોલિકામાં આયોજિત કાર્યક્રમમાં સાતમા સ્થાન પર રહ્યો. ભરત સુબ્રમણ્યમ 2019માં 11 વર્ષ 8 મહિનાની ઉંમરમાં ઇન્ટરનેશનલ માસ્ટર બની ગયો હતો.
તો ભરતનો સાથી ભારતીય ખેલાડી એમ.આર.લલિત બાબૂ સાત પોઈન્ટ સાથે ટુર્નામેન્ટનો વિજેતા બન્યો હતો. લલિત બાબૂએ ટોપ રેન્કર્સ એન્ટોન કોરોબોવ સહિત ત્રણ અન્ય લોકો સાથે બરાબરી કર્યા બાદ વધુ સારા ટાઈ-બ્રેક સ્કોરના આધારે ટાઈટલ મેળવ્યું હતું.
ભરતની ગેમ કોરોબોવ અને લલિત બાબૂ સામે બે ગેમ હારતા છ જીત અને એક ડ્રો સાથે સમાપ્ત થઈ હતી. ભરતે ફેબ્રુઆરી 2020માં મોસ્કોમાં એરોફ્લોટ ઓફનમાં 11મું સ્થાન મેળવ્યા બાદ પોતાનું પહેલું જીએમ માપદંડ મેળવ્યું હતું. તેણે ઓક્ટોબર 2021માં 6.5 અંકો સાથે બલ્ગેરિયામાં જુનિયર રાઉન્ડટેબલ અન્ડર 21 ટુર્નામેન્ટમાં ચોથું સ્થાન મેળવ્યા બાદ બીજું માપદંડ પ્રાપ્ત કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, જીએમ બનવા માટે એક ખેલાડીએ ત્રણ જીએમ માપદંડોને સુરક્ષિત કરવાના હોય છે અને 2,500 એલો પોઈન્ટસની લાઈવ રેટિંગ પાર કરવાની હોય છે.
ભરત સુબ્રમણ્યમ કોચ એમ.શ્યામ સુંદર જે પોતે ગ્રાન્ડ માસ્ટર ટાઈટલ મેળવી ચૂક્યા છે, તેમણે ટ્વીટ કરીને ભરત સુબ્રમણ્યમને અભિનંદન પાઠવ્યા હતા. ટ્વીટ સંદેશમાં તેમણે કહ્યું હતું કે, ‘ભારતના લેટેસ્ટ જીએમ બનવા માટે ભરતને અભિનંદન. આવો આ નવા વર્ષે નવા લક્ષ્યો પર ધ્યાન આપીએ.’
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત