Homeગુર્જર નગરીરાષ્ટ્રીય એકતા દિવસઃ ‘સદીમાં એક જ સરદાર બની શકે, કેવડિયા રાષ્ટ્રની એકતાનું...

રાષ્ટ્રીય એકતા દિવસઃ ‘સદીમાં એક જ સરદાર બની શકે, કેવડિયા રાષ્ટ્રની એકતાનું તીર્થ સ્થાન’

Team Chabuk-Gujarat Desk: લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જયંતીના અવસર પર આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસ સમારોહમાં ભાગ લેવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા બાદ અમિત શાહે સૌપ્રથમ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો. કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં અમિત શાહે કહ્યું કે, આજે સરદાર પટેલની જન્મ જયંતી છે. હું સમગ્ર દેશના કરોડો લોકોને જણાવવા માગું છું કે સદીમાં કોઈ એક સરદાર બની શકે છે. અને તે એક સરદાર સદીઓ સુધી અલખ જગાવે છે.

અમિત શાહે કહ્યું કે, સરદાર પટેલે આપેલી પ્રેરણાથી જ આજે દેશને એક રાખવાનું કામ થઈ રહ્યું છે. આજે તેમની પ્રેરણાથી જ દેશને આગળ લઈ જવામાં, એકજૂટ રાખવામાં સફળતા મળી છે. અમિત શાહે કહ્યું કે, કેવડિયા કોઈ જગ્યાનું નામ નથી હવે તે તીર્થ સ્થાન બની ગયું છે. રાષ્ટ્રની એકતાનું તીર્થ સ્થાન છે. આકાશને આંબી રહેલું આ સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે સમગ્ર દુનિયાને સંદેશ આપી રહ્યું છે કે ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે.

આ વર્ષે કેવડિયા ખાતે એકતા પરેડ, બેન્ડ પ્લાટુનના પર્ફોર્મન્સ, કેન્દ્રીય સશસ્ત્ર દળોની સાઇકલ રેલી, ચાર રાજયોની પોલીસની મોટર સાયકલ રેલી માર્શલ આર્ટ નિદર્શન, સ્કુલ બેન્ડ પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું છે. 

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં કેવડિયા ખાતે એકતા પરેડમાં ૬ પ્લાટૂન જોડાયા છે. જેમાં દેશના તમામ રાજ્યો અને કેન્દ્રીય પોલીસદળોના પ્રતિક સ્વરૂપે ૫૪ ફ્લેગ બેરર બીએસએફ, સીઆઇએસએફ, આઈટીબીપી, સીઆરપીએફ અને ગુજરાત પોલીસની પ્લાટૂને ભાગ લીધો છે. વર્ષ ૨૦૧૮ પછી જે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ વિવિધ આંતરરાષ્ટ્રીય રમતોમાં પદક મેળવ્યા છે એવા ૨૩ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ પણ આ પરેડમાં ભાગ લીધો છે. બીએસએફ, સીઆરપીએફ અને ગુજરાત પોલીસના સંયુક્ત બેન્ડ પ્લાટૂનમાં ૭૬ સભ્યોએ ભાગ લીધો છે.

shree-hari-jyotish

દેશના જુદા જુદા રાજ્યોમાંથી કેન્દ્રીય સશસ્ત્ર દળોના જવાનો આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સાયકલ રેલી સ્વરૂપે અને ભારતની ચારેય દિશામાંથી પોલીસની ચાર મોટરસાયકલ રેલી પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચી છે. તેઓએ પણ આ એકતા પરેડમાં ભાગ લીધો હતો. 

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments