Homeતાપણુંકોંગ્રેસ ગુજરાતમાં 2022ની ચૂંટણી જીતશે: જિજ્ઞેશ મેવાણી

કોંગ્રેસ ગુજરાતમાં 2022ની ચૂંટણી જીતશે: જિજ્ઞેશ મેવાણી

Team Chabuk-Gujarat Desk: કોંગ્રેસને પોતાનું સમર્થન આપી કન્હૈયા કુમાર સાથે પાર્ટીમાં જોડાઈ જનારા જિજ્ઞેશ મેવાણીએ પ્રેસ કોન્ફરન્સમાં એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, 2022માં કોંગ્રેસ પાર્ટી જીતશે અને સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીનો પરાજય થશે. મેવાણીએ કોંગ્રેસનો ભૂતકાળ યાદ કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે ભારતના સ્વતંત્રતા આંદોલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. તેમણે સોનિયા ગાંધીના નેતૃત્વવાળી પાર્ટીમાં સામેલ થવાનો નિર્ણય લીધો કારણ કે, તેમને લાગે છે કે આ ભાજપના કુશાસનને સમાપ્ત કરી શકે છે.

advertisement-1

અમદાવાદ પરત ફરેલા જિજ્ઞેશ મેવાણીએ કોંગ્રેસના કદાવર નેતાઓની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જ્યાં તેઓએ જણાવ્યું હતું કે, હું અમદાવાદના પાર્ટી મુખ્યાલયમાં મારું સ્વાગત કરવા માટે કોંગ્રેસ કાર્યકર્તાઓ અને નેતાઓને ધન્યવાદ આપવા ઈચ્છું છું. વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કોંગ્રેસને પોતાનું સમર્થન આપ્યું છે. જોકે ટેકનિકલ કારણોસર તેમણે પાર્ટીની હજુ સુધી સદસ્યતા નથી લીધી, કારણ કે એવું કરવાથી તેઓ પોતાનું ધારાસભ્યપદ ગુમાવી શકે છે. પાર્ટીમાં સામેલ થવાનો નિર્ણય લીધા બાદ તેઓ બુધવારના રોજ કોંગ્રેસ મુખ્યાલય ખાતે આવ્યા હતા.

advertisement-1

જિજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે, મેં કોંગ્રેસમાં સામેલ થવાનો નિર્ણય લીધો, કારણ કે મારું માનવું છે કે આ એકમાત્ર પાર્ટી છે, જે રાજ્ય અને દેશમાં ભાજપના કુશાસનને સમાપ્ત કરવામાં સક્ષમ હશે. કોંગ્રેસે બ્રિટિશ શાસનને સમાપ્ત કર્યું અને આ રીતે જ તે ભાજપના પ્રભુત્વને પણ સમાપ્ત કરશે.

advertisement-1

વધુમાં તેમણે કહ્યું કે, ભાજપ પાછલા 25-27 વર્ષોથી ગુજરાત પર શાસન કરી રહી છે. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ બહુમત પ્રાપ્ત કરતા 10થી 12 સીટ પાછળ રહી ગઈ હતી. જોકે મને વિશ્વાસ છે કે આ વખતે 2022ની ચૂંટણીમાં પાર્ટી ગુજરાતમાં જીત પ્રાપ્ત કરશે. ભાજપ રાજ્યમાં દરેક મોર્ચા પર નિષ્ફળ રહી છે.

advertisement-1

મેવાણીએ જણાવ્યું હતું કે, હું કેટલાક ટેકનિકલ કારણોથી કોંગ્રેસ પાર્ટીમાં સામેલ નથી થઈ શક્યો, કારણ કે હું અપક્ષ ધારાસભ્ય છું. જોકે હું જલ્દી જ પાર્ટીમાં સામેલ થઈશ. મેં આ મુદ્દા પર પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને રાહુલ ગાંધીની સાથે પણ વિમર્શ કર્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, મેવાણી આગામી ચૂંટણી કોંગ્રેસને બેનર હેઠળ લડશે અને ચૂંટણીથી ઠીક પહેલા પાર્ટીમાં સામેલ થઈ જશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments