Team Chabuk-Gujarat Desk: વિકેન્ડમાં નવસારીના એક ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા સુરતીલાલાઓ ઝડપાયા છે. શનિ-રવિની રજામાં સુરતથી નવસારી જિલ્લાના ફાર્મ હાઉસમાં મોજ-મસ્તી કરવા આવેલા 9 લોકો દારૂની મહેફિલ માણતા ઝડપાઈ ગયા છે. ગઈકાલે મોડી રાત્રે નવસારી મરોલી રોડ પર આસુંદર ગામમાં આવેલા વિલેજ સિટી ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણી રહેલા 9 સુરતીઓને નવસારી ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યા છે. 9 લોકોની નશાની હાલતમાં ધરપકડ કરીને પોલીસે મોંઘો બ્રાન્ડેડ દારૂ પણ જપ્ત કર્યો છે.
ગત રાત્રે નવસારીના આસુંદર ગામે આવેલા ફાર્મ હાઉસમાં ચાલતી મહેફિલ પર ગ્રામ્ય પોલીસે દરોડો પાડ્યો હતો. નવસારી મરોલી માર્ગ પર આસુંદર ગામમાં આવેલા વિલેજ સિટી ફાર્મ હાઉસમાં દારૂની પાર્ટી ચાલી રહી હતી. જેમા સુરતના નબીરાઓ ફાર્મ હાઉસમાં શરાબની મજા માણી રહ્યા હતા. મહેફિલની બાતમીને આધારે નવસારી ગ્રામ્ય પોલીસની ટીમે રંગમાં ભંગ પાડ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી 9 સુરતીઓને નશાની હાલતમાં ઝડપી પાડ્યા છે. ઘટના સ્થળેથી મોંઘી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે મહેફિલ માણતા સુરતીલાલાઓની ધરપકડ કરી ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોંધ્યો છે. તો ઘટના સ્થળેથી વિદેશી દારૂ સાથે ત્રણ કાર અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

નવસારી મરોલી માર્ગ પર આસુંદર ગામે આવેલા વિલેજ સીટી સોસાયટીમાં મોટા ભાગનાં ફાર્મ હાઉસ બંધ રહે છે. જેમાંથી 9 નંબરના ફાર્મ હાઉસમાં કેટલાક લોકો મહેફિલ માણી રહ્યા હોવાની ફરિયાદ પોલીસ હેડકવાર્ટ્સ સુધી પહોંચી હતી. જેને આધારે નવસારી ગ્રામ્ય પોલીસે વિલેજ સિટીના ફાર્મ હાઉસમાં દરોડો પાડીને મોંઘી બ્રાન્ડની વિદેશી દારૂની બાટલીઓ સાથે કબાબની મહેફીલ માણતા સુરતીલાલાઓને રંગે હાથ ઝડપી પાડયા હતા. પોલીસે ઘટના સ્થળેથી નશાની હાલતમાં 9 સુરતીઓને પકડ્યા હતા. સાથે જ મોંઘી બ્રાન્ડની 7 દારૂની બોટલો, મોબાઈલ ફોન અને ત્રણ કાર પણ કબ્જે કરી હતી.
મહત્વનું છે કે, ઝડપાયેલા શખ્સોમાંથી એકની પાસે વિદેશી દારૂ પીવાની પરમીટ હતી. પણ બદનસીબે આ પરમીટ મે મહિનામાં જ પૂર્ણ થઈ હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
