Homeગામનાં ચોરેશ્રીલંકામાં ‘પ્રધાન સેવક’ સિવાય તમામ મંત્રીઓએ મોડી રાત્રે રાજીનામું આપી દીધું

શ્રીલંકામાં ‘પ્રધાન સેવક’ સિવાય તમામ મંત્રીઓએ મોડી રાત્રે રાજીનામું આપી દીધું

Team Chabuk-International Desk: શ્રીલંકામાં હિંસા અને રાજનીતિક અટકળો વચ્ચે મોડીરાત્રે મંત્રીમંડળે રાજીનામું ધરી દીધું હતું. જોકે પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષે હજુ સુધી ત્યાગપત્ર નથી આપ્યું. નેતા સદન અને શિક્ષામંત્રી દિનેશ ગુણવર્ધને જણાવ્યું કે મંત્રીમંડળે રાજીનામું પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષેને સોંપ્યું છે. તેમણે આ અંગેનું કારણ ઉજાગર નથી કર્યું.

સૂત્રોએ જણાવ્યું હતું કે શ્રીલંકામાં જલ્દી જ સર્વદળીય સરકાર બનવા જઈ રહી છે. જેમાં વિપક્ષના નેતાઓને પણ સામેલ કરવામાં આવશે. તમામ દળો તરફથી એવો પ્રસ્તાવ આવ્યો હતો કે રાજનીતિક સ્થિરતા બનાવી રાખવા માટે એક નવી સરકારની આવશ્યકતા છે. આ પૂર્વે શ્રીલંકાની પોલીસે રવિવારના રોજ કેન્દ્રિય પ્રાન્તમાં કર્ફ્યુ છતાં સરકારના વિરોધમાં ઉતરેલા પેરાડેનિયા વિવિના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર ટિયર ગેસ છોડ્યા હતા. આ વિદ્યાર્થીઓ સર્વદળીય સરકાર બનાવવાની માગ કરી રહ્યા હતા. વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો હતો કે કાગળની કિંમત વધતા પરીક્ષાઓ નથી કરાવવામાં આવી રહી. આનાથી પૂર્વ સરકારે સોશિયલ મીડિયા પર લગાવેલા પ્રતિબંધો પરત લઈ લીધા છે.

પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષે સિવાય કેબિનેટના તમામ મંત્રીઓએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યાં સુધી કે મહિન્દા રાજપક્ષેના પુત્ર નમલ રાજપક્ષે પણ પોતાના તમામ વિભાગોમાંથી રાજીનામું આપી દીધું હતું. નમલ રાજપક્ષે એક ટ્વીટમાં કહ્યું છે કે મેં તાત્કાલિક તમામ વિભાગોમાંથી મારા રાજીનામા વિશે રાષ્ટ્રપતિને સૂચિત કર્યાં છે. આશા છે કે આનાથી લોકો અને શ્રીલંકાની સરકારને દેશમાં સ્થિરતા સ્થાપિત કરવામાં મહામહિમ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને સહાયતા મળશે. હું અને મારી પાર્ટી મતદાતાઓ માટે પ્રતિબદ્ધ છીએ.

DHOSA

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે શુક્રવારે મોડી રાત્રે એક વિશેષ ગેજટ અધિસૂચના જાહેર કરી શ્રીલંકામાં એક એપ્રિલથી તત્કાલ પ્રભાવથી કટોકટી લાગુ કરવાની ઘોષણા કરી દીધી હતી. સરકારે શનિવારે સાંજે છ વાગ્યાથી સોમવાર ચાર એપ્રિલ સવારે છ વાગ્યા સુધી 36 કલાક માટે કર્ફ્યૂ લગાવી દીધો હતો.

આ વચ્ચે સરકારે સોશિયલ મીડિયા સાઈટ્સ પરથી પણ પ્રતિબંધ હટાવી લીધો છે. દેશમાં સરકાર વિરોધી પ્રદર્શન પહેલાં દેશવ્યાપી સાર્વજનિક કટોકટી ઘોષિત કરવા સિવાય 36 કલાકના કર્ફ્યૂની સાથે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. પ્રતિબંધ હટાવવા વિશે એક અધિકારીએ કહ્યું હતું કે ફેસબુક, ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ, યુટ્યૂબ, ટીકટોક, સ્નેપચેટ, વ્હોટ્સેપ, વાઈબર, ટેલીગ્રામ અને ફેસબુક સહિતની સેવાઓ 15 કલાક બાદ શરુ કરી દેવામાં આવી છે. આ સેવાઓને પૂરી રીતે અથવા તો આંશિક રુપથી સ્થગિત કરી દેવામાં આવી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments