Team Chabuk-Technology Desk: સોશિયલ મીડિયા કંપની ફેસબુકે પોતાનું નામ બદલી નાખ્યું છે. હવેથી ફેસબુક (facebook) મેટાના (meta) નામથી ઓળખાશે. ગુરૂવારના રોજ ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગે (mark Zuckerberg) એક મીટીંગ દરમ્યાન આ વાતની જાહેરાત કરી હતી. લાંબા સમયથી ફેસબુકનું નામ બદલવાની હિલચાલ ચાલી રહી હતી. અંતે એ પ્રક્રિયાને પૂર્ણ કરી દેવામાં આવી છે.
ઝુકરબર્ગે એક વાર્ષિક ડેવલપર્સ સમ્મેલન દરમ્યાન કહ્યું હતું કે, ‘અમે સામાજિક મુદ્દાઓ સાથે સંઘર્ષ કરીને અને બંધ પ્લેટફોર્મની નીચે રહીને ખૂબ જ શીખ્યું છે. અને અમે જે કંઈ પણ શીખ્યું છે તેને લાગુ કરવા અને તેની મદદથી આગામી અધ્યાયને બનાવવાનો ઉચિત સમય આવી ગયો છે. અમારા એપ્સ અને બ્રાન્ડ નથી બદલી રહ્યા.’

એટલે કે આ પરિવર્તન ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવા વ્યક્તિગત પ્લેટફોર્મ પર લાગુ નહીં થાય. માત્ર મૂળ કંપનીનું નામ બદલીને મેટા કરી દેવામાં આવ્યું છે. જેની અંતર્ગત આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ આવશે. મેટાના લોગોનો એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે. જે આપ નીચે જોઈ શકો છો.
Announcing @Meta — the Facebook company’s new name. Meta is helping to build the metaverse, a place where we’ll play and connect in 3D. Welcome to the next chapter of social connection. pic.twitter.com/ywSJPLsCoD
— Meta (@Meta) October 28, 2021
માર્ક ઝુકરબર્ગ લાંબા સમયથી પોતાની સોશિયલ મીડિયા કંપનીના પ્લેટફોર્મનું ફરીથી બ્રાન્ડિંગ કરવા ઈચ્છતા હતા. તેઓ કંપનીને એકદમ અલગ ઓળખ આપવા માગતા હતા. એક એવી ઓળખ જ્યાં ફેસબુકને માત્ર એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તરીકે જોવામાં ન આવે. હવે એ દિશામાં જ આગળ વધતા ફેસબુકનું નામ બદલીને મેટા કરી દેવામાં આવ્યું છે.
The names of the apps that we build—Facebook, Instagram, Messenger and WhatsApp—will remain the same.
— Meta (@Meta) October 28, 2021
કંપનીનું સંપૂર્ણ ધ્યાન હવે એક મેટા બનાવવા તરફ છે. જેના કારણે એક એવી વર્ચ્યુઅલ દુનિયા સામે આવશે જ્યાં ટ્રાન્સફર અને કમ્યુનિકેશન માટે અલગ અલગ સાધનોનો ઉપયોગ કરવામાં આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત