Homeદે ઘુમા કેટીમને જીતાડવાનું જુનૂન જોઈને તમે પણ મેસ્સી પર ફીદા થઈ જશો

ટીમને જીતાડવાનું જુનૂન જોઈને તમે પણ મેસ્સી પર ફીદા થઈ જશો

Team Chabuk-Sports Desk: ફૂટબોલની રમતમાં ખેલાડીઓ હંમેશા જુસ્સાથી ભરપુર રહે છે. ફૂટબોલ પ્રેમીઓ અને ખેલાડીઓનો આ રમત પ્રત્યેનો જુસ્સો આપણે ઘણીવાર જોયો છે. ક્યારેક તો ખેલાડીઓ નાની-મોટી ઈજાઓને અવગણીને પણ ટીમને જીતાડવાના લક્ષ્યમાં સાથ આપે છે. આવો જ જુસ્સો આર્જેન્ટીનાના સ્ટાર ફૂટબોલર અને કેપ્ટન લિયોનલ મેસ્સીએ દર્શાવ્યો. કોપામાં અમેરિકા ટૂર્નામેન્ટમાં આર્જેન્ટિનાએ પેનલ્ટી શૂટઆઉટમાં કોલંબિયાને હરાવીને ફાઈનલમાં સ્થાન પાક્કુ કરી લીધુ છે. આ મેચમાં મેસ્સી ઈજાગ્રસ્ત થઈ ગયો હતો તેના પગમાંથી લોહી નીકળી રહ્યું હતું છતાં તેણે રમત છોડી ન હતી. હવે આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

મેસ્સીના ભરપુર વખાણ

આ મુદ્દે ફૂટબોલના દિગ્ગજ ખેલાડીઓ તેમજ મેસ્સીના ફેન્સે તેના ભરપૂર વખાણ કર્યા છે. એક યુઝરે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, કોઈ અન્ય ખેલાડી હોત તો તેણે મેદાન છોડી દીધુ હોત પરંતુ મેસ્સી હંમેશા ટીમ માટે જ રમે છે તે તેણે સાબિત કરી દીધુ છે.

મેસ્સીનો પાસ, માર્ટિજેનનો ગોલ

આર્જેન્ટીનાના લૌતારો માર્ટિનેજે સાતમી મિનિટે સેમીફાઈનલનો પહેલો ગોલ કર્યો હતો. આ ગોલ મેસીએ આસિસ્ટ કર્યો હતો. આ ગોલના કારણે જ પહેલ હાફમાં આર્જેન્ટીનાનો દબદબો રહ્યો હતો. બીજા હાફમાં કોલંબિયાના લૂઈસ ડિયાજે 61મી મિનિટમાં એક ગોલ કરી મેચમાં બરાબરી કરી લીધી.

ફ્રેંક ફેબ્રાની કીક મેસીના પગમાં વાગી

આ પહેલાં 55મી મિનિટે કોલંબિયાના ફ્રેંક ફેબ્રાએ મેસી પાસેથી બોલ લેવાની કોશિશ કરી જેમાં બોલની જગ્યાએ ફેબ્રાની કીક મેસીના પગમાં વાગી. કીકના કારણે મેસીના પગની ઘૂટીમાંથી લોહી વહેવા લાગ્યું. આ ઘટના પર રેફરીએ ફેબ્રાને યલો કાર્ડ પણ દર્શાવ્યું. આ ઘટના બાદ એક વીડિયો વાયરલ થયો છે જેમાં મેસીના પગમાં ઈજા જોઈ શકાય છે. ઈજા બાદ પણ મેસી મેદાનમાં જ રહ્યો હતો અને મેચ રમવાનું ચાલુ રાખ્યું હતું.

11 જુલાઈએ ફાઈનલ

કોપા અમેરિકા 2021ની ફાઈનલ મેચ 11 જુલાઈના રોજ રિયો ડી જાનેરોના માર્કાના સ્ટેડિયમમાં રમાશે. ફાઈનલ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન બ્રાઝિલ અને આર્જેન્ટીના વચ્ચે રમાશે. મેસ્સીની ટીમ આર્જેન્ટીના જો ફાઈનલ જીતશે તો 9મી વખત ચેમ્પિયન બનશે. બ્રાઝિલની ટીમ 6 વખત આ ટાઈટલ પોતાના નામે કરી ચુકી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments