Team Chabuk-Gujarat Desk: અમદાવાદના સાણંદના પ્રાંત અધિકારી રાજેન્દ્ર પટેલે આત્મહત્યા કરી લીધી છે. સોસાયટીની બિલ્ડિંગના પાંચમાં માળેથી કૂદીને રાજેન્દ્ર પટેલે જીવન ટૂંકાવી લીધુ છે. ઘરના મોભીએ આવી રીતે અણધારી વિદાય લેતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. જો કે, પ્રાંત અધિકારી રાજેન્દ્ર કેશવલાલ પટેલે ક્યા કારણોસર આત્મહત્યા કરી છે તે જાણી શકાયું નથી. આત્મહત્યા પાછળનું કારણ હજુ અકબંધ છે.
સાણંદના પ્રાંત અધિકારી રાજેન્દ્ર પટેલ સાણંદની નિર્મિત ફ્લોરા સોસાયટીમાં રહેતા હતા. મળતી માહિતી પ્રમાણે તેઓ સાણંદ વિધાનસભા સીટ ના રિટર્નિંગ ઓફિસર પણ હતા. 15 દિવસ પહેલા જ તેઓ અહીં રહેવા આવ્યા હોવાના પણ અહેવાલ પ્રાપ્ત થયા છે. રાજેન્દ્ર પટેલ મૂળ પાલનપુરના છે. સાણંદમાં નિર્મિત ફ્લોરા સોસાયટીનાં B 403માં રહેતા હતા.
સાણંદ SDMના આપઘાતથી સમગ્ર પંથકમાં ચકચારર મચી છે. સાથે જ બનાવની જાણ થતાં પોલીસ પણ દોડતી થઈ છે. રાજેન્દ્ર પટેલનાં આપઘાત બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી હતી. પોલીસે પ્રાથમિક તપાસમાં રાજેન્દ્ર પટેલના સંબંધીઓ અને પરિચિતો પાસેથી વિગતો મેળવવાનો પ્રયાસ કર્યો હતો. હાલ પોલીસ તપાસ કરી રહી છે કે, આપઘાત પહેલાં રાજેન્દ્ર પટેલે કોઈ સુસાઈડ નોટ લખી છે કે કેમ. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે.
ઈન્ડોનેશિયામાં ભૂકંપમાં 162ના મોત
ઇન્ડોનેશિયાના જાવા દ્વીપ પર આવેલા ભૂકંપમાં ઓછામાં ઓછા 162 લોકોનાં મૃત્યુ થયાં છે અને સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ માહિતી સ્થાનિક ગવર્નર રિદવાન કામિલે આપી હતી.યુએસ જિયોલૉજિકલ સરવેના ડેટા અનુસાર ભૂકંપનું કેન્દ્ર જાવાના પશ્ચિમમાં સ્થિત સિયાંજુરમાં 10 કિલોમિટરની ઊંડાઈમાં સ્થિત છે. ભૂકંપ આવ્યો તે ગીચ વસ્તીવાળો વિસ્તાર છે અને ભૂસ્ખલનનો પણ ખતરો રહે છે. આ વિસ્તારમાં નબળાં બાંધકામવાળા મકાનો તૂટી પડ્યાં હતાં.
મૃતકોની સંખ્યા અંગે અલગઅલગ રિપોર્ટ આવી રહ્યા છે અને રાહતકાર્ય ચાલી રહ્યું હોવાને કારણે મૃતકોનો સાચો આંકડો જાણવો હજુ મુશ્કેલ છે.આની પહેલાં 13 હજાર લોકોને ખસેડવા પડ્યા હોવાની માહિતી આપવામાં આવી હતી અને 2,200 મકાનોને નુકસાન થયાં હોવાનું પણ સરકારી તંત્રે જણાવ્યું હતું.માનવામાં આવી રહ્યું છે કે અનેક લોકો હજી ધરાશાયી થયેલી ઇમારતોના કાટમાળમાં દબાયેલા હોઈ શકે છે. તેમને બચાવવા માટે રાહતકર્મીઓ બચાવ અભિયાન ચલાવી રહ્યા છે.અધિકારીઓનું કહેવું છે કે જે વિસ્તારમાં ભૂકંપ આવ્યો છે તે ભૂસ્ખલનથી પ્રભાવિત ક્ષેત્ર છે અને અહીં મકાનોનું બાંધકામ પણ નબળું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત