Homeદે ઘુમા કેIND vs NZ 3rd T20I 2022: આજે ફાઈનલ મુકાબલો, ટીમ ઈન્ડિયા પાસે...

IND vs NZ 3rd T20I 2022: આજે ફાઈનલ મુકાબલો, ટીમ ઈન્ડિયા પાસે સીરીઝ જીતવાની તક

Team Chabuk-Sports Desk: T20 વર્લ્ડ કપ 2022માં ટીમ ઈન્ડિયાના નિરાશાજનક પ્રદર્શન બાદ ટીમ પાસે પ્રથમ દ્વિપક્ષીય શ્રેણી જીતવાની તક છે. ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ ત્રણ મેચોની T20 ઈન્ટરનેશનલ સીરીઝની ત્રીજી મેચ આજે રમાશે, જે ફાઈનલ જેવી હશે. આ મેચ જીતીને ભારત પાસે ટ્રોફી કબજે કરવાની તક હશે, જ્યારે યજમાન કિવી ટીમ શ્રેણીમાં બરાબરી કરવા માંગશે. જણાવી દઈએ કે ત્રણ મેચની ટી20 સીરીઝની પ્રથમ મેચ વરસાદમાં ધોવાઈ ગઈ હતી. ત્રીજી ટી-20માં ટોસ જીતીને ન્યૂઝિલેન્ડે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

ભારતે બીજી મેચ મોટા અંતરથી જીતી લીધી હતી. આ રીતે ટીમ ઈન્ડિયા આ શ્રેણીમાં 1-0થી આગળ છે. જો ભારતીય ટીમ આજે નેપિયરમાં રમાનાર ત્રીજી મેચ જીતી જશે તો શ્રેણી 2-0થી પોતાના નામે કરી લેશે. બીજી તરફ, જો યજમાન ન્યુઝીલેન્ડની ટીમ જીતશે તો શ્રેણી 1-1થી બરાબર થઈ જશે.

ભારત પાસે એવી રીતે સિરીઝ પર કબજો કરવાનો મોકો હશે કે જો વરસાદને કારણે મેચ સંપૂર્ણ રીતે રમવામાં ન આવે અને મેચનું પરિણામ ન મળે તો ભારત આ શ્રેણીમાં 1-0થી વિજેતા બની જશે. જો કે, આની શક્યતા ઓછી છે, કારણ કે હવામાન અહેવાલ મુજબ, નેપિયરમાં હવામાન સાફ થવાનું છે અને દર્શકો મેચનો ભરપૂર આનંદ લેતા જોઈ શકાશે.

શ્રેણીના નિર્ણાયક પહેલા, ન્યુઝીલેન્ડને કેપ્ટન કેન વિલિયમસનના રૂપમાં મોટો ફટકો પડ્યો છે, જે અંતિમ મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં. પૂર્વ-નિર્ધારિત મેડિકલ એપોઇન્ટમેન્ટના કારણે તે સિરીઝની છેલ્લી મેચ ચૂકી જશે. તેના સ્થાને ટીમ સાઉથી ટીમનું સુકાન સંભાળતા જોવા મળશે, જ્યારે કેન વિલિયમસનના સ્થાને માર્ક ચેમ્પમેનને આ મેચ માટે પસંદ કરવામાં આવ્યો છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments