Homeગુર્જર નગરીસંબંધ શર્મસાર: દ્વારકામાં બાપે દીકરી સાથે અડપલાં કરી નિકાહ કરવાની જીદ...

સંબંધ શર્મસાર: દ્વારકામાં બાપે દીકરી સાથે અડપલાં કરી નિકાહ કરવાની જીદ કરી

Team Chabuk-Gujarat Desk: દેવભૂમિ દ્વારકામાં સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. દ્વારકાના વાડીનાર ગામે  ‘ફકીરમામદ હુસેન સુંભણીયા’ નામના એક વ્યક્તિએ પોતાની જ દીકરી સાથે અડપલાં કર્યા. એટલું જ નહીં તેણે દીકરી સાથે નિકાહ કરવાની જીદ પણ કરી.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો, દ્વારકા જિલ્લાના વાડીનાર બંદર વિસ્તારની  દારૂના નશામાં ચૂર અને વાસનામાં અંધ બનેલા પિતાએ પોતાની જ 12 વર્ષની સગી પુત્રી પર જ નજર બગાડી હતી. પોતાની જ સગીર વયની પુત્રીને શારીરિક અડપલાં પણ કર્યા. વાત અહીંથી અટકતી નથી આ નરાધમ દારૂના નશામાં  થઈ પોતાની જ દીકરી સાથે નિકાહ કરવાની વાત ઉચ્ચારતા માતા-અને દીકરી અચંબામાં પડી ગયા હતા. આરોપ છે કે, બે ત્રણ મહિના અગાઉ પણ આવી જ ઘટના બની હતી.

આખરે માતાએ હિંમત દાખવી સમગ્ર ઘટના પોલીસ સમક્ષ વર્ણવી છે. અને નરાધમ પિતા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માગ કરી છે.વાડીનાર પોલીસ મથકના પી.એસ.આઈ દ્વારા મામલાની ગંભીરતા ધ્યાને લઇ આરોપી પિતા વિરુદ્ધ પોકસો એકટની કલમ ,8,12,18 તેમજ આઇપીસીની કલમ 354 ક (1), 506 (2) ની કલમો મુજબ ગુનો નોંધ્યો છે અને પિતાની ધરપકડ કરી લીધી છે.

ખંભાળિયા, ડી.વાય.એસ.પી., નીલમ ગોસ્વામીએ આ સમગ્ર મુદ્દે કહ્યું હતું કે,વાડીનારમાં બનેલી અત્યંત ધૃણાસ્પદ આ ઘટનાએ સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે ચકચાર મચાવી છે. સમગ્ર વિગતો સામે આવતા જિલ્લામાં ચકચાર મચી ગઇ હતી સગી પુત્રી સાથે અડપલાં અને નિકાહની વાત માત્રથી સભ્ય સમાજ હચમચી ઉઠ્યો છે. આ સમગ્ર પ્રકરણમાં આરોપી ફરાર થતા પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને દબોચી લીધો હતો અને પોકસો સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments