Homeગુર્જર નગરીકોરોનાના કારણે આ દેશના પ્રધાનમંત્રીએ પોતાના લગ્ન મોકૂફ રાખ્યા

કોરોનાના કારણે આ દેશના પ્રધાનમંત્રીએ પોતાના લગ્ન મોકૂફ રાખ્યા

Team Chabuk-International Desk: દુનિયાભરમાં કોરોના વાયરસ ફરીથી કહેર મચાવી રહ્યો છે. ફરીથી વિશ્વના દેશો કડક નિયમો લાદી રહ્યા છે. કોરોનાના કારણે પરિસ્થિતિ એટલી ખરાબ છે કે સરકારે કોરોના કમ્યુનિટી સ્પ્રેડને રોકવા માટે કડક પ્રતિબંધો લગાવવા પડ્યા. તેને લઈને ન્યૂઝિલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા એર્ડર્નએ પોતાના લગ્ન પણ મોકૂફ રાખી દીધા છે.

રવિવારની મધ્ય રાત્રિથી ન્યૂઝિલેન્ડમાં કડક કોરોના નિયમ લાગૂ થઈ ગયા છે. તેમાં માસ્ક પહેરવું અને મર્યાદિત લોકોએ એકત્રિત થવા જેવા પ્રતિબંધો છે. આવું હાલમાં જ ઉત્તરથી લઈને દક્ષિણ ટાપુ સુધી કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના કમ્યુનિટી સ્પ્રેડના કારણે કરવામાં આવ્યું છે.

ન્યુઝીલેન્ડમાં કડક કોરોના નિયમોના કારણે હવે માસ્ક પહેરવા ઉપર વધારે દબાણ હશે. ઇનડોર હોસ્પિટાલિટી જેવા બાર અને રેસ્ટોરાં અને લગ્ન જેવા આયોજનોને 100 લોકો સુધી સીમિત કરી દેવામાં આવશે. એર્ડર્ને કહ્યું છે કે, જો વેન્યૂ વેક્સીન પાસનો ઉપયોગ નહીં કરતા હોય તેમના માટે 25 લોકો સુધીની મર્યાદા કરી દેવામાં આવી છે.

તેમણે કહ્યુ, મારા લગ્ન નથી થઈ રહ્યા. તેમણે કહ્યું કે, આ પરિસ્થિતિમાં ફસાઈ જનારી દરેક વ્યક્તિ માટે મને ખેદ છે. એર્ડર્ને પોતાના લગ્નની તારીખનો ખુલાસો નહતો કર્યો, પરંતુ અફવા છે કે તે ટૂંક સમયમાં જ હતા

તેમણે કહ્યુ કે, હું લોકો કરતાં અલગ નથી. હું તે કહેવાની હિંમત કરી રહી છું. હજારો અન્ય ન્યૂઝિલેન્ડના લોકો, જેમણે મહામારીના કારણે ખરાબ પરિસ્થિતિનો સામનો કર્યો છે, તેમાં સૌથી વધારે મુશ્કેલી એ થાય જ્યારે ઓળખીતા બિમાર હોય અને તેમની સાથે આપણે રહી ન શકીએ.

ન્યૂઝિલેન્ડમાં વિદેશીઓ માટે 2020ના માર્ચ મહિનાથી બોર્ડર બંધ છે. સરકારે ઓમિક્રોનના કેસને જોતા તે ખોલવાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે. ઉલ્લેખનીય છે કે, ન્યૂઝીલેન્ડમાં 12 વર્ષી ઉપર આશરે 94 % લોકોનું વેક્સીનેશન થઈ ગયું છે. આ ઉપરાંત 56 % લોકોને બૂસ્ટર ડોઝ પણ લાગી ચૂક્યો છે છતાં કોરોના સામે લડવા દેશમાં કડક નિયમો યથાવથ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments