Homeગામનાં ચોરેહવે સ્વાગત કરો સ્ટીલ્થ ઓમિક્રોનનું!

હવે સ્વાગત કરો સ્ટીલ્થ ઓમિક્રોનનું!

Team Chabuk-Gujarat Desk: કોરોના મહામારીએ સમગ્ર વિશ્વનું જીવન નર્કાગાર કરી નાખ્યું છે. 2019થી 2022 સુધીમાં કોરોનાના અગણિત રૂપ સામે આવી ચૂક્યા છે. હવે યુરોપમાં ઓમિક્રોન વેરિએન્ટનું નવું સ્વરૂપ સામે આવ્યું છે. જેને સ્ટીલ્થ ઓમિક્રોન કહેવામાં આવે છે.

આ બીએ.2 સબ સ્ટ્રેનથી ખતરો છે, કારણ કે તે આરટી-પીસીઆર ટેસ્ટમાં પણ પકડમાં નથી આવતો. જેના પરિણામ સ્વરૂપ યુરોપમાં કોરોનાની નવી લહેરનું સંકટ સર્જાયું છે. બ્રિટનનું કહેવું છે કે ચાલીસ કરતા વધારે દેશોમાં કોરોના વાઈરસના નવા ઓમિક્રોન વેરિએન્ટની ઉપ-પ્રજાતિની જાણકારી પ્રાપ્ત થઈ છે. આ કોરોનાના નવા મહત્વપૂર્ણ ટેસ્ટ આરટી-પીસીઆરમાં પકડમાં નથી આવતો. બીએ.2 પેટા સ્વરૂપ યુરોપમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યા અનુસાર ઓમિક્રોનની ત્રણ પ્રજાતિઓ છે. બીએ.1, બીએ.2 અને બીએ.3. વર્તમાન સમયે બીએ.1 સ્વરૂપ સમગ્ર વિશ્વમાંથી ફેલાયેલું છે. હવે બીએ.2 સ્વરૂપ ઝડપથી વિશ્વમાં ફેલાય રહ્યું છે. ડેનમાર્કમાં બીએ.2 સ્વરૂપના સંક્રમિતોની સંખ્યા સક્રિસ કેસની તુલનામાં અડધી થઈ ગઈ છે. બ્રિટનના સ્વાસ્થ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર બીએ.2 સ્ટ્રેનને જલ્દી જ વેરિએન્ટ ઓફ કન્સર્નના રૂપમાં ઘોષિત કરવામાં આવી શકે છે. એટલે કે તેને ચિંતાજનક શ્રેણીમાં રાખવામાં આવી શકે છે.

બ્રિટન અને ડેનમાર્ક સિવાય બીએ.2 સ્ટ્રેન સ્વીડન, નોર્વે અને ભારતમાં પણ મળવાની ખબર છે. ભારત અને ફ્રાંસે પણ આ સ્વરૂપને લઈ ચિંતા વ્યક્ત કરી છે. તેમનું માનવું છે કે ઓમિક્રોનનો નવો વેરિએન્ટ તેના મોટાભાઈ બીએ.1ને પછાડી શકે છે. બ્રિટને દસ જાન્યુઆરી સુધી બીએ.2 પેટા સ્વરૂપની ઓળખ કરી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments