Team Chabuk-Gujarat Desk: કોરોના મહામારીના કારણે સમગ્ર વિશ્વનું જન જીવન ખોરવાયુ હતુ. જે હવે હળવે હળવે પાટે ચડી રહ્યુ છે. આજે 1 વર્ષ 11 મહિના અને 6 દિવસ બાદ ગુજરાત કર્ફ્યૂ મુક્ત બનશે. ગત સપ્તાહે રાજ્ય સરકારની કોર કમિટિની બેઠકમાં અમદાવાદ અને વડોદરા સિવાયના શહેરમાંથી રાત્રી કર્ફ્યૂ ઉઠાવી લેવાનો નિર્ણય કરાયો હતો. ત્યાર બાદ ગઈ કાલે મળેલી કોર કમિટિની બેઠકમાં અમદાવાદ અને વડોદરામાંથી પણ કર્ફ્યૂ ઉઠાવી લેવાની જાહેરાત કરવામાં આવતા હવે સમગ્ર ગુજરાત કર્ફ્યૂ મુક્ત બન્યુ છે.
708 દિવસ બાદ કર્ફ્યૂ મુક્ત શહેર
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાના કારણે પહેલુ કર્ફ્યૂ 19 માર્ચ, 2020માં લાગ્યુ હતુ. સરકારના કર્ફ્યૂ હટાવવાના નિર્ણયથી અમદાવાદ શહેર 1 વર્ષ 11 મહિના અને 6 દિવસ બાદ ફરી ચોવીસ કલાક ધમધમશે. મહિનાની દ્રષ્ટીએ જોઈએ તો 23 મહિના અને 6 દિવસ બાદ, સપ્તાહની નજરે જોઈએ તો 101 સપ્તાહ અને એક દિવસ બાદ, દિવસમાં ગણીએ તો 708 દિવસ બાદ અને કલાકમાં ગણીએ તો 16,992 કલાક બાદ અમદાવાદની ફરી એ રોનક આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરીને પ્રવર્તમાન સ્થિતિમાં કોવીડ એપ્રોપ્રીએટ બિહેવિયર અને તકેદારી સાથે કેટલાક નિયંત્રણો હળવા કરવાનો તેમજ કોરોના ગાઇડલાઈનના નિયમોમાં કેટલીક વધુ છૂટછાટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
રાજ્યના સૌ નાગરિકોના સાથ સહકાર તથા કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડલાઈનના અનુપાલનને પરિણામે કોરોના કેસોની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે અને સ્થિતી પૂર્વવત બનવા તરફ જઈ રહી છે ત્યારે રાજ્ય સરકારે વેપાર-ઉદ્યોગ, નાના વેપારીઓ, ધંધા-રોજગાર કારોની આર્થિક સ્થિતિને પણ ધ્યાનમાં રાખીને આ છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં લીધેલા નિર્ણયો અનુસાર રાજ્યના બે મહાનગરો અમદાવાદ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યૂ આજ તા.25 ફેબ્રુઆરીથી દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં યોજાતા સામાજિક, રાજકીય, ધાર્મિક મેળાવડાઓ અને લગ્ન પ્રસંગોમાં ખુલ્લી જગ્યામાં આવા પ્રસંગો યોજાય ત્યારે જગ્યાની કુલ ક્ષમતાના ૭૫ ટકા અને બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની કુલ ક્ષમતાના ૫૦ ટકા વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
