Team Chabuk-Sports Desk: ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકિપર બેટ્સમેન રિષભ પંતનો આજે સવારે અકસ્માત થયો હતો. હાલ રિષભ પંત સારવાર હેઠળ છે. રિષભ પંત કાર લઈને પોતાની માતાને મળવા માટે જઈ રહ્યો હતો. કાર રિષભ પંત જાતે ચલાવી રહ્યો હતો. તે દરમિયાન અચાનક તે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવી બેઠો અને કાર રેલિંગ કુદીને રોંગ સાઈડમાં જતી રહી અને ગણતરીની સેકન્ડમાં જ કારમાં આગ લાગી ગઈ. આ સમગ્ર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે, પુરપાટ ઝડપે આવી રહેલી રિષભ પંતની કાર એકાએક રેલિંગ તોડીને રોંગ સાઈડમાં ચાલી જાય છે અને થોડીવારમાં જ તેમાં આગ લાગી જાય છે. આ અકસ્માત સવારે 5 વાગીને 21 મિનિટ આસપાસ બન્યો હોવાનું સીસીટીવી પરથી લાગી રહ્યું છે.
રિષભ પંતની કારના અકસ્માતના સીસીટીવી આવ્યા સામે cctv rishabh pant car accident#RishabhPantAccident pic.twitter.com/MnVZC9abyk
— thechabuk (@thechabuk) December 30, 2022
રિષભ પંતનો અકસ્માત થયો ત્યારબાદ કારમાં ભીષણ આગ લાગી હતી. મળતી માહિતી મુજબ, રિષભ પંત વિન્ડો સ્ક્રીન તોડીને કારમાંથી બહાર નીકળ્યો હતો. અકસ્માત સમયે હાજર સ્થાનિકો તેની મદદે દોડી આવ્યા હતા અને તરત જ 108ની મદદથી રૂરકી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
