Team Chabuk Gujarat Desk: ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલની કિંમતે એવી ગતિ પકડી છે કે, રોકાવાનું નામ નથી લઈ રહી. બીજી તરફ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના એક નિવેદનથી મધ્યમવર્ગીય લોકોની ચિંતામાં વધારો થયો છે. નીતિન પટેલે આડકતરી રીતે જણાવી દીધુ કે હાલ પેટ્રોલની કિંમતમાં કોઈ ઘટાડો નહી થાય. જો આંતરરાષ્ટ્રીય બજારમા ક્રૂડ ઓઈલની કિંમત ઘટશે તો પેટ્રોલનો ભાવ ઘટી જશે. સાથે જ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જેમ દોષનો ટોપલો UPA સરકાર પર ઢોળ્યો હતો.
નીતિન પટેલે શું કહ્યું વાંચો શબ્દશઃ
“ગુજરાતના નાણામંત્રી તરીકે હું આપને કહીશ કે આખા દેશની અંદર અત્યારે જે પેટ્રોલ અને ડીઝલનો જે વેટ છે એના પરનો જે ટેક્સ છે એ આખા ભારતની અંદર ગુજરાતની અંદર ઓછામાં ઓછો છે. એટલે તમે બધા મીડિયામાં, છાપાઓમાં કે ટીવીમાં જે જુઓ છો કે અન્ય શહેરો અન્ય રાજ્યોમાં પેટ્રોલ ડીઝલની જે કિંમતો છે તેના કરતાં ઓછી કિંમત આખા ગુજરાતમાં અત્યારે આપણો વેટ ઓછો હોવાના કારણે આપણે પ્રજાને એ બોજો પડવા દીધો નથી”
“બીજી જે અગત્યની વાત છે કે ભારતમાં કુદરતી ક્રૂડ ઓઈલ કે વગેરે તેલ મળવાનું એ મર્યાદિત પ્રમાણમાં છે. ગઈકાલે જ માનનીય વડાપ્રધાને જે માહિતી જાહેર કરી એ પ્રમાણે 85 ટકા કરતાં વધુ ક્રૂડ ઓઈલ આપણે પરદેશથી આયાત કરવું પડી રહ્યું છે તો આવા સંજોગોમાં જે પહેલાં 51-52 ડોલરે બેરલની કિંમત હતી એ તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ભાવ વધારો જે થયો હતો અને બેરલની કિંમત 60 ડોલરથી પણ ઉંચી કિંમત થઈ છે. એટલે સ્વાભાવિક છે એની કિંમતમાં વધારો થયો છે.”
“બીજુ કોરોનાની મહામારીમાં સરકારોની આવક દેશમાં ઘટી ગઈ પછી એ ભારત સરકાર હોય કે રાજ્ય સરકાર અને ખૂબ મોટો જે ખર્ચ થયો એને ધ્યાનમાં રાખી માનનીય વડાપ્રધાનશ્રીએ આ બજેટમાં નિર્મલા સીતારમણજીએ ખેડૂતોને મદદરૂપ થવા જે કૃષિ ઉત્પાદનોને ભાવ સારા મળે એ માટે જે શેશ નાખી છે એમા પેટ્રોલ ડીઝલ પણ આવે છે પણ સામે ભારત સરકારે એક્સાઈઝ જે હતી ક્રૂડ અને પેટ્રોલ-ડીઝલ પરની કે ગેસ પરની એમાં ઘટાડો કરી દીધો છે એટલે પ્રજા ઉપર કોઈ સીધો બોજો એક્સાઈઝનો વધારાનો આવ્યો નથી. એટલે હું ચોક્કસ કહી શકુ કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે ક્રૂડના ભાવ વધ્યા એના કારણે પેરરલ આ ભાવ વધ્યા છે. આપણે આશા રાખીએ કે આ ભાવ ઘટાડો ક્રૂડ ઓઈલનો દુનિયામાં ઝડપથી આવે”
“આમ, ક્રૂડ ઓઈલની કિંમત ઘટે, વિદેશી હુંડિયામણ બચે એ આપણો હેતુ છે. જે વડાપ્રધાનશ્રીનું વિધામન હતું એ બધાએ જાણકારીમાં લેવું જોઈએ”
વડાપ્રધાન મોદીએ શું કહ્યું હતું ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેટ્રોલ-ડીઝલની વધતી કિંમત મદ્દે કહ્યું હતું કે, “અગાઉની સરકારોના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. તેમણે ઊર્જા આયાતની નિર્ભરતા પર ધ્યાન આપ્યું હોત તો આ દિવસો ન આવત. મધ્યમ વર્ગને આવી મુશ્કેલી ન પડી હોત. 2019-20માં ભારતે 85 ટકા ઈંધણ અને 53 ટકા ગેસની આયાત કરી હતી. ભારતમાં ઊર્જાની વધતી માંગને પૂરી કરવા માટે સરકાર કામ કરી રહી છે. ઊર્જાની આયાત પર નિર્ભરતા ઘટાડવાનું કામ કરી રહ્યા છીએ. અમે આયાત સ્ત્રોતોમાં વિવિધતા લાવી રહ્યા છીએ. હું કોઈને પણ દોષી જાહેર કરવા નથી માગતો. પણ આ કામ અગાઉ થયું હોત તો દેશના મધ્યમ વર્ગના લોકો પર બોજ ન પડ્યો હોત”
ક્યા કેટલો પેટ્રોલનો ભાવ
| શહેર | પેટ્રોલ (રૂ. પ્રતિ લીટર) | ડીઝલ (રૂ.પ્રતિ લિટર) |
| અમદાવાદ | 87.02 | 86.40 |
| વડોદરા | 86.16 | 85.50 |
| સુરત | 87.07 | 86.47 |
| રાજકોટ | 86.83 | 86.22 |
| ભાવનગર | 88.48 | 87.85 |
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત