Homeગામનાં ચોરેઅક્કડ બક્કડ બંબે બો, ડીઝલ નબ્બે પેટ્રોલ સો, સો મેં લગા ધાગા,...

અક્કડ બક્કડ બંબે બો, ડીઝલ નબ્બે પેટ્રોલ સો, સો મેં લગા ધાગા, સિલિન્ડર ઉછલ કે ભાગા

ગોવાબાપાઃ આ ખેડૂતો આંદોલન હેઠું નહીં મૂકે હો ચાબુક એવું લાગે છે. ઘણા લોકોના મનમાં પ્રશ્નનેય થતો હયશે કે આ ખેડૂતો બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે તો તેમના ખેતરમાં કામ કોણ કરે છે. હવે આનો જવાબ હું નથી આપવાનો પણ ખુદ ખેડૂત નેતા રાકેશ ટિકેતે આપ્યો છે.

રાકેશ ટિકેતે આજે કહ્યું કે, સરકારને લાગે છે કે પાક લણવાનો સમય આવી ગયો છે એટલે એક મહિનામાં ખેડૂતો ચાલ્યા જશે. પરંતુ રાજસ્થાન અને પંજાબમાં પાક લણવાના સમયમાં એક મહિનાનું અંતર હોય છે. રાજસ્થાનના ખેડૂતો આંદોલનમાં આવશે અને પંજાબના ખેડૂતો પોતાનો પાક લણવા ચાલ્યા જશે. ચાબુક આને કેવાય મેનેજમેન્ટ.

ચાબુક આંદોલન કરી રહેલા ખેડૂતોએ આજે રેલવે રોકો અભિયાન જાહેર કર્યું હતું. પરંતુ આ વિરોધ પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે પૂરું થઈ ગયું છે. બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી 4 કલાકનું રેલવે રોકો અભિયાન આજે ચાલ્યું. ઘણી જગ્યાએ રેલવે રોકીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જોકે આપણા સૌના માટે રાહતની વાત એ છે કે 4 કલાકના આ રેલવે રોકો અભિયાનમાં ક્યાયથી પણ હિંસાની ઘટના બની હોય તેવા સમાચાર આવ્યા નથી. હવે તો રેલવે વ્યવહાર પણ સામાન્ય થઈ ગયો છે.

રાકેશ ટિકેતની નવી જાહેરાત

સૌ પ્રથમ ભારત બંધનું એલાન. ત્યારબાદ દિલ્હીમાં ટ્રેક્ટર રેલી, ત્યારબાદ ચક્કાજામ ત્યારબાદ આજનું રેલ રોકો અભિયાન અને હવે રાકેશ ટિકેતે નવા વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી દીધી છે. હરિયાણાના હિસારમાં રાકેશ ટિકેતે ખેડૂતો વચ્ચે કહ્યું કે, ‘આગળનું લક્ષ્ય 40 લાખ ટ્રેક્ટરોનું છે. દેશભરમાં જઈને 40 લાખ ટ્રેક્ટરો એકઠાં કરીશું. વધુ સમસ્યા આવશે તો ટ્રેક્ટર પણ આ જ છે, ખેડૂતો પણ આ જ છે, ફરીથી દિલ્હી જઈશું. આ વખતે હળ ક્રાંતિ થશે. ખેતરમાં ઉપયોગમાં લેવાતા ઓઝારો લઈને દિલ્હી જઈશું.’

હવે આ તરફ ખેડૂતોના આંદોલન મુદ્દે દેશના કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે નિવેદન આપ્યું છે કે, વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે ચર્ચા કરવા માટે સરકાર તૈયાર છે. જો ખેડૂતો કહેશે તો સરકાર એક એક કાયદા પર ચર્ચા કરવા માટે તૈયાર છે. જોઈએ ચાબુક આગળ શું થાય છે. ચર્ચાથી અંત આવે છે કે કેમ?

પેટ્રોલ-ડિઝલ 

ચાબુક હવે આ પેટ્રોલ-ડીઝલના ભાવ ઉભા રહી જાય તો સારી વાત છે. વધે જ જાય છે. પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવને લઈને હું, તું ને આમ જનતા તો પરેશાન છે જ હવે અભિનેતા અને અભિનેત્રીઓ પણ પરેશાન હોય એવું લાગી રહ્યું છે. જોકે હું જે અભિનેત્રીની વાત કરવા જઈ રહ્યો છું એ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા છે પણ તેમણે જે ટ્વિટ કર્યું છે એ મજેદાર છે હો. જોઈલે નીચેનું ટ્વિટ.

અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે ટ્વિટ કરીને પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવને લઈને કટાક્ષ કર્યો છે. લખ્યું છે કે. ‘અક્કડ બક્કડ બંબે બો, ડીઝલ નબ્બે પેટ્રોલ સો, સો મેં લગા ધાગા, સિલિન્ડર ઉછલ કે ભાગા.’  ચાબુક મોજ પડી ગઈ હો વાંચીને, દાંત કાઢીને ગોટો વળી હું તો ગ્યો. સારું હાલ્ય હું જાઉં આજે આટલું બસ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments