Homeગામનાં ચોરેNobelPrize 2022: ભૌતિકશાસ્ત્ર માટે આ ત્રણ વૈજ્ઞાનિકો નોબેલ પુરસ્કાર

NobelPrize 2022: ભૌતિકશાસ્ત્ર માટે આ ત્રણ વૈજ્ઞાનિકો નોબેલ પુરસ્કાર

Team Chabuk-International Desk: ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પારિતોષિકની જાહેરાત થઈ ગઈ છે. આ વર્ષે આ દુનિયાનો સૌથી મહત્વનો માનવમાં આવતો પુરસ્કાર સંયુક્ત રીતે એલેન એસ્પેક્ટ, જ્હોન એફ. ક્લોઝર અને એન્ટોન ઝીલિંગર દ્વારા જીતવામાં આવ્યો હતો. “એન્ટેન્ગ્લ્ડ ફોટોન સાથેના પ્રયોગો માટે, બેલ ઇનઇક્વાલિટીઝ અને અગ્રણી ક્વોન્ટમ માહિતી વિજ્ઞાનની સ્થાપના માટે તેઓને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સે 2022 માટે ભૌતિકશાસ્ત્રના નોબેલ પુરસ્કાર એલેન એસ્પેક્ટ, જ્હોન એફ. ક્લોઝર અને એન્ટોન ઝીલિંગરને આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ વર્ષે મેડિસિનનું નોબલ પ્રાઇઝની જાહેરાત પણ અગાઉ થઈ ગઈ છે. આ વખતે સ્વીડનનાં વૈજ્ઞાનિક સ્વાંતે પાબોને ફિઝિયોલોજી/મેડિસિન માટે નોબલ પ્રાઇઝથી સન્માનીત કરવામાં આવ્યા છે. તેમણે હોમોનીન અને માનવ વિકાસનાં જીન સાથે સંબંધિત શોધોનાં કારણે આ સન્માન પ્રાપ્ત કર્યું છે.

પાબો અને તેમના પરિવાર પુરસ્કારની જાહેરાત બાદ ખુશી વ્યક્ત કરી પેનલનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પુરસ્કાર સ્વીડનના વૈજ્ઞાનિક અલ્ફ્રેડ નોબેલની યાદમાં આપવામાં આવે છે. તેમણે ડાયનમાઈટની શોધ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ વખતે એક સ્વીડિશ વૈજ્ઞાનિક જ મેડિસિનનું નોબલ પ્રાઇઝ જીત્યા છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments