Homeગુર્જર નગરીઉનાના ખેતરમાં એક બે નહીં પણ એક સાથે નવ સિંહે ધામા નાખતા...

ઉનાના ખેતરમાં એક બે નહીં પણ એક સાથે નવ સિંહે ધામા નાખતા ખેડૂતોમાં ફફડાટ

Team Chabuk-Gujarat Desk: ગુજરાતના ગીરના ડાલામથ્થા સિંહની ગર્જનાઓ હવે ફક્ત જંગલમાં સાંભળવા નથી મળતી, ક્યારેક ક્યારે ખેતરમાં ઉગી નીકળેલા પાકની વચ્ચે આટાફેરા મારતા જોવા મળી જાય છે. થોડા સમય પહેલા ગીરના કોઈ ચોક્કસ વિસ્તારનો એક વીડિયો પણ વાઈરલ થયો હતો, જેમાં અલમસ્ત સિંહ ઘાસ ઉપર ચડી કૂદકા મારી ગેલ કરતો હતો. આ તો એક જ સિંહ છે, પણ ઉનામાં એક સાથે નવ સિંહે ખેતરમાં ધામા નાખતા હવે ખેડૂતોનું ખેતરમાં કામ રઝળી પડ્યું છે.

shivneha

ખેતર જ્યારે જંગમાં જીતી લીધું હોય એવી રીતે નવ-નવ સિંહ ધામા નાખીને બેઠા છે. ખેડૂતોને ખેતરમાં પાણી વાળવા જવું છે, પણ સિંહ મુસીબત બની બેઠા છે. હવે તો સિંહ જે વિસ્તારમાં આવી ચડે ત્યાં મન થાય એટલા દિવસ ચાર પગ પાથરી દિવસ આખાની આળસ મરડી બેસી જાય છે. ઉનાના ખેતરમાં ડેરો નાખીને બેસી ગયેલા આ નવ સિંહની તસવીરો સોશિયલ મીડિયા પર ભરપૂર વાઈરલ થઈ રહી છે.

shivneha

થોડા સમય પહેલા ઉનાના નાંદરખ ગામમાં રાતના સમયે બાપા સીતારામના ઓટલાની નજીક સિંહે ગાયનો શિકાર કર્યો હતો. જે મારણનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો. અગાઉ વાત કરી એ મુજબ જ આવું જ વેરાવળ તાલુકાના મંડોર ગામની સીમમાં પણ જોવા મળ્યું હતું. જ્યાં મગફળીના ચારા પર સિંહ આળોટતો જોવા મળ્યો હતો. એક બે સિંહ તો સમજી શકાય પણ નવ નવ સિંહ ધામા નાખે એટલે….

ADV

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments