Team Chabuk-National Desk: ભીલવાડાના દેવલી વિસ્તારમાં ગુરુવારની સાંજે બે પુત્રીઓએ પોતાના પિતાની પ્રેમિકાને ભર બજારે સબોડી નાખી હતી. પુત્રીઓને જ્યારે ખબર પડી કે પિતા તેની પ્રેમિકાને લઈ કારમાં બેસી પસાર થઈ રહ્યા છે, તો બંને બજારમાં પહોંચી ગઈ હતી અને અહીં કારની આડે આવી ગઈ હતી. પુત્રીઓ કારના બોનેટની પાસે હઠ લઈ ચોંટી ગઈ હોવાથી કાર આગળ નહોતી જઈ શકતી, આ નાટક એક કલાક સુધી ચાલ્યું હતું અને ભરચક ટ્રાફિક જામ થયો હતો. ઘટનાને નજરે જોનારા લોકોએ વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યો હતો.

ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર દેવલી વિસ્તારના કુચલવાડા રોડ પર ગુરૂવારની સાંજે પુત્રી, તેના પિતા ને પિતાની પ્રેમિકા વચ્ચે હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. પુત્રીઓ પિતાને રોકવા માટે કારની આગળ ઉભી રહી ગઈ હતી. યુવતીઓનો એક જ ઉદ્દેશ્ય હતો કે કારમાં બેઠેલી મહિલાને નીચે ઉતારવી અને ધોલધપાટ કરવી. યુવતીઓનું કહેવું હતું કે, તેના પિતા અને આ મહિલાની વચ્ચે છેલ્લા કેટલાય સમયથી અફેર ચાલી રહ્યું છે, જેના કારણે ઘરમાં અશાંતિનું વાતાવરણ સર્જાયું છે. તેનો બદલો લેવા માટે જ બંને યુવતીઓ કારની આડે ઉભી રહી ગઈ હતી.

યુવતીઓએ વધુમાં એવો પણ આક્ષેપ કર્યો હતો કે, આ મહિલાના કારણે તેમની માતાની જિંદગી ખરાબ થઈ ગઈ. પણ પિતા તેની પ્રેમિકાની સાથે કારમાં બેઠા રહ્યા હતા. કારને રોકવાની કોશિશ કરવામાં આવી તો પોતાની પુત્રીઓ પર જ કાર ચડાવવા લાગ્યા હતા. અંતે ત્યાં ઉપસ્થિત લોકોએ કાર ઉભી રખાવી હતી અને વાતચીત કરવા જણાવ્યું હતું.

કાર ઉભી રહેતા બંને પુત્રીઓએ કારમાં બેઠેલી મહિલાને નીચે ઉતારી હતી. તેનો ચોટલો પકડી, લાત અને મુક્કા મારી બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો. એ પછી ગુસ્સામાં આવી જઈ જોરથી મહિલાને જમીન પર પટકી હતી. ત્યાં હાજર લોકોએ ઘટનાની ગંભીરતા જોતા મહિલાને યુવતીઓના સકંજામાંથી બચાવી હતી, એ પછી મહિલા ન આઉ દેખા ન તાઉ સીધી લીટીએ પોતાનો જીવ બચાવી ભાગી ગઈ હતી.
#ViralVideo: पिता की प्रेमिका को देखकर फूटा बेटियों का गुस्सा, बीच सड़क पर ही कर दी धुनाई
— Times Now Navbharat (@TNNavbharat) October 29, 2021
सब्सक्राइब करें #TimesNowNavbharat 👉 https://t.co/ogFsKf9YX1#Rajasthan #Video #TimesNowNavbharatOriginal #Bhilwara #Viral #FightVideo pic.twitter.com/1xubUZxeUh
પિતાની પ્રેમિકાની સાથે આવો વ્યવહાર થયા પૂર્વે, બંને પુત્રીઓ અને પિતાની વચ્ચે રસ્તા વચ્ચે ચકમક ઝરી હતી. પિતાએ ગુસ્સામાં કહ્યું હતું કે, મારી પુત્રી થઈને તમે મારી ઈજ્જતના કાંકરા કરી નાખ્યા. સામે પુત્રીઓએ પણ પિતાને જડબાતોડ જવાબ આપતા કહ્યું હતું કે, તમે જે મહિલાની સાથે આમ ખુલ્લેઆમ નીકળી રહ્યા છો, તો તમે વળી શું મોટું કામ કર્યું. બે મહિલાથી આ મહિલાના ચક્કરમાં ઘરમાં અશાંતિ પ્રવર્તી ગઈ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત