Homeદે ઘુમા કેપાકિસ્તાને અફઘાનિસ્તાનને હરાવી ભારતને સેમીફાઈનલની નજીક લાવીને રાખી દીધું, હવે બસ ન્યૂઝીલેન્ડ...

પાકિસ્તાને અફઘાનિસ્તાનને હરાવી ભારતને સેમીફાઈનલની નજીક લાવીને રાખી દીધું, હવે બસ ન્યૂઝીલેન્ડ હારે એટલે…

Team Chabuk-Sports Desk: ટી ટ્વેન્ટી વિશ્વકપ 2021માં પાકિસ્તાનની ટીમ સતત ત્રીજો મેચ જીતી ચૂકી છે. પાકિસ્તાને અફઘાનિસ્તાનને પાંચ વિકેટથી પરાજય આપ્યો છે. આ જીતની સાથે પાકિસ્તાનની ટીમ લગભગ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે અને આ ટીમ બીજા ગ્રુપમાં પ્રથમ સ્થાન પર પણ રહેશે. બીજા સ્થાન માટે ભારત અને ન્યૂઝીલેન્ડને પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. રવિવારના રોજ આ બંને ટીમની વચ્ચે મેચ છે. જે પણ ટીમ જીતશે તેનું સેમીફાઈનલમાં પહોંચવું લગભગ નિશ્ચિત થઈ જશે.

જો પાકિસ્તાનની ટીમ અફઘાનિસ્તાનની સામે હારી જાત તો ભારત માટે સેમીફાઈનલનો માર્ગ મુશ્કેલ સાબિત થાત. જીતની સાથે ભારતને નેટ રનરેટ પણ મજબૂત કરવી પડેત. બીજા ગ્રુપમાં ભારત, પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ જેવી મોટી અને ધરખમ ટીમ છે. એવામાં માનીને ચાલીએ, તો આ ત્રણે ટીમો બાકીની ટીમ અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામીબિયાની વિરૂદ્ધના પોતાના મેચ જીતી લેશે. જો કોઈ મેજર અપસેટ ન સર્જાય તો!

shivneha

તો પાકિસ્તાન અને ભારતની ટીમ સેમીફાઈનલમાં

જો ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડની ટીમને પરાજય આપે છે, તો પાકિસ્તાનના પોંઈન્ટ દસ થશે અને તે ગ્રુપ-બેમાં પ્રથમ સ્થાન પર રહેશે. ભારત સીધું આઠ પોંઈન્ટની સાથે બીજા નંબર પર આવી જશે. ન્યૂઝીલેન્ડના છ પોંઈન્ટ રહેશે. એવામાં પાકિસ્તાન અને ભારતની ટીમ સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ કરશે. આ સ્થિતિમાં ભારતનો સામનો ગ્રુપ-1માં ટોપ પર રહેનારી ટીમની સામે થશે. ગ્રુપ-1ની મહત્વની દાવેદાર ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમ છે.

તો ભારત સેમીફાઈનલમાં નહીં

જો ન્યૂઝીલેન્ડ ભારતને હરાવી દે છે, તો પાકિસ્તાનની સ્થિતિમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન નહીં આવે. આ ટીમ દસ પોંઈન્ટની સાથે સેમીફાઈનલમાં પહોંચશે અને ગ્રુપ-એકની અન્ય ટીમ સામે રમશે. બીજી બાજુ ભારતના છ પોંઈન્ટ રહેશે અને તે સેમીફાઈનલમાં નહીં પહોંચી શકે. ન્યૂઝીલેન્ડની પાસે 8 પોંઈન્ટ હશે અને તે ટીમ સેમીફાઈનલમાં પહોંચી જશે.

shivneha

તો અફઘાનિસ્તાન હોત…

જો પાકિસ્તાનની ટીમ અફઘાનિસ્તાન સામેના તારીખ 29-10-2021ના મેચમાં હારી જાત તો, અફઘાનિસ્તાનની ટીમ પણ સેમીફાઈનલમાં પહોંચવાની દાવેદાર બની જાત. એવામાં જો ભારત અફઘાનિસ્તાનની ટીમને પરાજય આપી દેત તોપણ, અફઘાનિસ્તાન પોતાના બાકીના મેચ જીતીને સેમીફાઈનલની રેસમાં અડગ રહેત. વર્તમાન સમયે અફઘાનિસ્તાનની રનરેટ જેવી છે, એ હિસાબથી એ બરાબરી પર અંક થતા ભારતથી પહેલા સેમીફાઈનલમાં પહોંચી જાત.

shivneha

ભારત સેમીફાઇનલમાં આવે તો ઈંગ્લેન્ડ કાં ઓસ્ટ્રેલિયા

ભારત જો બીજા નંબરના સ્થાન પર રહે છે, તો તેને ગ્રુપ-1ની ટોપ પર રહેનારી ટીમની સામે ફાઈનલની જંગ લડવી પડશે. ગ્રુપ-1માં દાવેદારી માટે બે ટીમ છે. એક ઈંગ્લેન્ડ અને બીજી ઓસ્ટ્રેલિયા. વોર્નર ફોર્મમાં પરત ફરતા ઓસ્ટ્રેલિયાની ટીમ લયમાં છે. હાલ ઈંગ્લેન્ડ ગ્રુપ-1ની સૌથી મજબૂત ટીમ માનવામાં આવી રહી છે. વોર્મઅપ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને પરાજય આપ્યો હતો, પણ સેમીફાઈનલમાં જો ટક્કર થાય છે તો વાત અલગ રહેશે.

ADV

ભારતનો વિશ્વકપ પ્રવાસ

ભારતને હવે 31 ઓક્ટોબરના રોજ ન્યૂઝીલેન્ડની સામે, 3 નવેમ્બરના રોજ અફઘાનિસ્તાન સામે, 5 નવેમ્બરના રોજ સ્કોટલેન્ડની સામે અને 8 નવેમ્બરના રોજ નામીબિયા સામે મેચ રમવાની છે. ભારત માટે સૌથી મુશ્કેલ મેચ ન્યૂઝીલેન્ડ સામેનો રહેવાનો છે, કારણ કે ભારત તેની વિરૂદ્ધ T20 વિશ્વકપમાં વર્ષ 2007થી એક પણ મેચ જીતી નથી. ઉપરથી વર્લ્ડ ટેસ્ટ શ્રેણીની ફાઈનલમાં પરાજય અને 2019ના વિશ્વકપની સેમીફાઈનલનો પરાજય પણ ભારતને ન્યૂઝીલેન્ડની ટીમ સામે જ મળ્યો હતો. જેથી ભારતીય ટીમ માટે રવિવારની મેચ કરો યા મરો સમાન હશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments