Homeગુર્જર નગરીહવે આ રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ્રોફેસરોની ભરતી કરશે

હવે આ રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ્રોફેસરોની ભરતી કરશે

Team Chabuk-Gujarat Desk: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગમતાનો ગુલાલવાળી ભરતી પ્રક્રિયામાં નૂતન વળાંક આવ્યો છે. મન ગમતાને પ્રોફેસરીયા પદનો મીઠો લાડવો આપી દેવાની વાતની ચેટ વાઈરલ થયા બાદ યુનિવર્સિટીની ફરી નામોશી થઈ હતી. છાપે અને ચેનલે ચડ્યા પછી આખરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સલેર ડો. વિજય દેશાણીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓએ કહ્યું છે કે, ભરતી પ્રક્રિયા હવે વીડિયોગ્રાફીના માધ્યમથી કરશે. વિજય દેસાણીએ જણાવ્યું હતું કે, ભરતી પ્રક્રિયા વધારે પારદર્શક થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

advertisement-1

જુનિયર એન્જિનિયરન બાંધકામ સમિતિના નિષ્ણાત

રાજકીય અખાડા તરીકે ખ્યાતનામ બનેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક બીજા કારણોસર પણ ચર્ચામાં રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જુનિયર એન્જિનિયરને બાંધકામ સમિતિના નિષ્ણાત બનાવી દેવામાં આવ્યા છે. આ ઘટનાને લઈ ગઈકાલે ઉહાપોહ થયો હતો. આ અંગે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. વિજય દેશાણીએ નિવેદન આપ્યું છે. તેમણે આ સમગ્ર પ્રક્રિયાને પારદર્શક ગણાવતા કહ્યું હતું કે, આશિષ ઉપાધ્યાયની નિમણૂક ઈન્ટરવ્યૂની પ્રક્રિયા બાદ કરવામાં આવી છે. ઉપકુલપતિએ તેમના કાર્યકાળ અંગે કહ્યું હતું કે, આશિષ ઉપાધ્યાયે અગાઉ 8 વર્ષ સુધી સૌરાષ્ટ્ર યુનિ.માં એન્જિનિયર તરીકે સેવા આપી છે. નિષ્ણાંત તરીકે કુલપતિએ જે તે સમયે આશિષ ઉપાધ્યાયની નિમણૂક કરી હતી. જેમને કર્મચારી તરીકે હવે રાખ્યા છે.

advertisement-1

જુનિયર એન્જિનિયર કે ડેપ્યુટી એન્જિનિયરને બાંધકામ સમિતિમાં રખાય કે નહીં તે અંગે ઉપકુલપતિ દ્વારા જણાવાવમાં આવ્યું છે કે, જુનિયર એન્જિનિયર કે ડેપ્યુટી એન્જિનિયરને બાંધકામ સમિતિમાં રાખાય કે નહીં તે અંગેનો અભિપ્રાય લેવામાં આવશે. અમે લીગલ વિભાગ પાસે અભિપ્રાય લઈ આગળની કાર્યવાહી કરીશું. આશિષ ઉપાધ્યાય બંને જગ્યાએ નહીં રહી શકતા હોય, તો તેમની સેવા એક જગ્યાએ લેવામાં આવશે.

advertisement-1

જણાવી દઈએ કે જુનિયર એન્જિનિયરને બાંધકામ સમિતિના નિષ્ણાત બનાવી દેવામાં આવતા આ વિવાદ વકર્યો છે. ત્યારે આ સમગ્ર પ્રક્રિયા અંગે યુનિ.ના સિન્ડિકેટ સભ્ય ડો. નિદત બારોટ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. તેમણે આ અંગે કહ્યું હતું કે, આશિષ ઉપાધ્યાય ડેપ્યુટી એન્જિનિયર તરીકે પણ કામ કરે છે, આશિષ ઉપાધ્યાય મેજરમેન્ટ બુકની ચકાસણી કરી પોતે જ મંજૂરી આપશે, મંજૂરી બાદ આશિષ ઉપાધ્યાય પોતે જ પેમેન્ટની પણ મંજૂરી આપશે, આશિષ ઉપાધ્યાયને ફિલ્ડ, ઓફિસમાં અને યુનિવર્સિટીમાં ત્રણેય જગ્યાએ સત્તા સોપાઈ છે. ડો. નિદિત બારોટે આ નિર્ણયને હાસ્યાસ્પદ પણ ગણાવ્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments