Team Chabuk-National Desk: ભોપાલમાં શનિવારના રોજ કેટલાક ઈસમોએ એક યુવતીને રસ્તા વચ્ચે રોકીને જબરદસ્તી તેનો બુરખો ઉતરાવ્યો હતો. એ યુવતી એક યુવકની સાથે એક્ટિવા પર જઈ રહી હતી ત્યારે તેમને કેટલાક લોકોએ રોકી લીધા હતા. ભીડે તેમના પર સમાજને બદનામ કરવાનો આરોપ લગાવ્યો હતો. એક વ્યક્તિએ જબરદસ્તી છોકરીનો બુરખો કઢાવ્યો હતો અને તેનો વીડિયો પણ બનાવ્યો હતો. જોકે અત્યાર સુધી પીડિત યુવતી અને યુવકે આ અંગેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નથી કરી. પરંતુ વીડિયો સામે આવ્યા બાદ પોલીસ હરકતમાં આવતા બે આરોપીઓની ધરરપકડ કરી લીધી છે.

ઈંટખેડીના પોલીસ પ્રભારી સુનીલ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, આ ઘટના ઈસ્લામ નગરની છે. અહીં એક્ટિવા પર બેસીને એક યુવક યુવતીની સાથે શનિવારની બપોરે પહોંચ્યો હતો. એક્ટિવા પર ફુલમાળા ચડાવેલી હતી. તેની સાથે રહેલી યુવતી બુરખો પહેરેલી હતી. આ જોતા કેટલાક લોકોએ યુવતી અને યુવકને રસ્તામાં રોકી લીધા હતા. થોડીવારમાં ત્યાં ભીડ એકઠી થઈ ગઈ હતી અને વીડિયો પણ બનવા લાગ્યા હતા.
In #Bhopal, some people forced a #woman sitting on a #scooter to remove her hijab, which drew widespread #criticism on #socialmedia. The woman was sitting behind a man when some people stopped her in a narrow lane in #IslamNagar, #Bhopal and asked her to remove the #hijab. pic.twitter.com/XJpNxvtmON
— The Papr (@thepaprindia) October 17, 2021
ભીડે વીડિયો ઉતારતા છોકરીને તેનો બુરખો ઉતારવાની હઠ કરી હતી. આ સમયે યુવક અને યુવતી માફી માગતા રહ્યા હતા અને આવું ન કરવાનું કહી રહ્યા હતા. જોકે ભીડે તેમને છોડ્યા નહીં. મજબૂરીવશ યુવતીએ માથે ઢાંકેલું કપડું કાઢ્યું હતું અને ઉતારીને તે લોકોને આપી દીધું હતું. એસઆઈ સુનીલ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, યુવક અને યુવતીએ આ અંગેની ફરિયાદ દાખલ નહોતી કરાવી. જોકે વીડિયોના આધાર પર શોએબ અને અબ્દુલ નામના બે શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત