Team Chabuk-Gujarat Desk: ભૂતકાળમાં વારંવાર ભાજપ સરકાર અને તેના નેતાઓ દ્વારા નિવેદનોની આતશબાજી કરવામાં આવી છે કે, ગાંધીના ગુજરાતમાં દારૂ વેચાતો જ નથી. જોકે હવે સરકારના આ સઘડા દાવાઓનો પોલ ખોલ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. વાઈરલ વીડિયો છે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાનો, જ્યાં એક વૃદ્ધા ખુલ્લેઆમ દેશી દારૂ વેચી રહી છે. આ વીડિયોમાં વૃદ્ધા આસપાસના લોકોને કહે છે કે, ‘વાતો કરવી હોય તો દૂર જાવ.’ વીડિયો વાઈરલ થયા બાદ પોલીસની કામગીરી પર શંકાની સોય તણાઈ છે.

સોશિયલ મીડિયા પર ક્યારે કઈ વાતની પોલ ખુલી જાય નક્કી નહીં. એક વીડિયોએ આવી જ પોલ ગુજરાતની દારૂબંધીની ખોલીને રાખી દીધી છે. વીડિયોમાં સાડી પહેરેલી એક વૃદ્ધા છે અને દારૂની હાટ ચલાવી રહી છે. એવું સામે આવ્યું છે કે સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલો આ વીડિયો શેરી નંબર 19/12નો છે. વૃદ્ધા, ‘અહીં વાતો કરવી હોય તો દૂર જાવ.’ બોલી રહી છે. વૃદ્ધા પ્લાસ્ટિકની ખુરશી પર ઘરની બહાર બેઠી છે અને સિમેન્ટ રોડ પર કેટલાક યુવાનો ચાલતા હોય તેવું જોઈ શકાય છે.

આ વાઈરલ વીડિયોને લઈ ફરી એક વાર પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી છે. હજુ સુધી માહિતી નથી મળી કે વીડિયો કેટલો જૂનો છે. અને આ મહિલા કેટલાય સમયથી અહીં વેચાણ કરી રહી છે. જોકે ફરી એક વખત ગુજરાતમાં દારૂ નથી મળતોની વાત કાગનો વાઘ સાબિત થઈ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત