Team Chabuk-Gujarat Desk: રાજ્ય સરકાર પોલીસની ભરતી સંપૂર્ણ પારદર્શક રીતે યોજાઈ તે માટે પુરતા પ્રયાસ કરી રહી છે. ભરતી સંપૂર્ણ પારદર્શી રીતે યોજવા માટે નવતર અભિગમ દાખવીને ટેકનોલોજીના માધ્યમથી પ્રયાસ કરાઈ રહ્યા છે. તેમજ ઉમેદવારો લે-ભાગુ તત્વોનો શિકાર ન બને અને પરીક્ષા અંગે સચોટ માર્ગદર્શન મળી રહે એ માટે ગૃહ વિભાગ દ્વારા તૈયાર કરવામા આવેલી વીડિયો સીરિઝનું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વિમોચન કર્યુ છે.
આ વીડિયો સીરિઝમાં શુ છે?
ઉમેદવારોને લેખિત પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી? કઇ બાબતો ધ્યાનમાં રાખવી? શું કરવું? શું ના કરવું? ખાન-પાન અને પરીક્ષા સમયે માનસિક અને શારીરિક રીતે કેવી રીતે ફીટ રહેવું? તેનું સંપૂર્ણ માર્ગદર્શન આ સીરીઝમાં પુરૂ પાડવામાં આવ્યું છે. ઉપરાંત ઉમેદવારો કોઇપણ અફવા અને લે-ભાગુ તત્વોના ચુંગાલમાં ના ફસાય અને પોતાના ધ્યેય પર મક્કમ રહે તેના માટે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ અને લોક રક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ છેલ્લી એલ.આર.ડી. અને પી.એસ.આઇ. પરીક્ષામાં ઉતીર્ણ થયેલા ઉમેદવારોના મંતવ્ય, ઉચ્ચ પોલીસ અધિકારીઓના મંતવ્ય, પોલીસ દ્વારા ચલાવાતી વિવિધ પરીક્ષા માર્ગદર્શન કેન્દ્રો અને વિવિધ ઉમેદવારોના મંતવ્ય લેવાયા છે.
તૈયારી કરતા યુવાનોને ગૃહમંત્રીએ શું કહ્યું ?
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તૈયારી કરતા યુવાનોને શુભેચ્છા આપતા કહ્યું કે, ગૃહ વિભાગમા વિવિધ સંવર્ગો માટે આગામી સમયમા નવી ભરતી પ્રક્રિયાઓ હાથ ધરવાનું રાજ્ય સરકારનું આયોજન છે, તો આપ પોતાની તૈયારીઓ મહેનત કરીને ચાલુ રાખશો. આ સીરિઝ પણ આપને ચોકકસ મદદરૂપ થશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
PSI પરીક્ષા ક્યારે યોજાશે?
પી.એસ.આઇ. ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયે પોલીસ સંરક્ષક અને લોકસંરક્ષક દળની ભરતી પ્રક્રિયાના માર્ગદર્શન માટે આ ડોકયુમેન્ટ્રી તૈયાર કરાઇ છે તેનો યુવાનો મહત્તમ ઉપયોગ કરે. પી.એસ.આઇ. સંવર્ગની ભરતી માટે ૪.૫ લાખથી વધુ યુવાનોએ ૧૫ જેટલા કેન્દ્રો ઉપર શારીરિક કસોટીની પરિક્ષા સંપુર્ણ પરદર્શી રીતે લેવાઇ હતી. તૈ પૈકી ૨.૫ લાખ ઉમેદવારો સફળ થયા છે આ માટેની પ્રિલીમ પરીક્ષા ફેબ્રુઆરી માસમાં યોજાશે.
LRD પરીક્ષા ક્યારે યોજાશે?
એલ.આર.ડી. બોર્ડના ચેરમેન એચ.એસ. પટેલે જણાવ્યું હતું કે, લોકરક્ષકની ભરતી માટે ૮.૮૬ લાખ અરજીઓ આવી હતી. તેમની શારીરિક કસોટી ૩જી ડીસેમ્બરથી શરૂ કરાઇ છે. મળેલી અરજીઓ પૈકી ૬.૯૮ લાખ ઉમેદવારો શારિરિક કસોટી માટે હાજર રહ્યા હતા તે પૈકી ૩.૦૫ લાખ ઉમેદવારોએ આ કસોટી પાસ કરી છે. આ ઉમેદવારોની લેખિત પરીક્ષા આગામી માર્ચ માસમાં લેવાશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત