Homeગામનાં ચોરેમહિલા પર દંડા અને બેલ્ટ લઈ મહિલાઓ અને પુરુષો તૂટી પડ્યા, મોઢું...

મહિલા પર દંડા અને બેલ્ટ લઈ મહિલાઓ અને પુરુષો તૂટી પડ્યા, મોઢું કાળું કરી, માથાના વાળ કાપી શેરીમાં ઘુમાવી

Team Chabuk-National Desk: રાજધાની દિલ્હીના વિવેક વિહારમાં ગણતંત્ર દિવસ પર થયેલી શર્મનાક ઘટનાએ હૈવાનિયતની તમામ હદો પાર કરી નાખી છે. આ ઘટનાએ પૂરા દેશને શર્મસાર કરી દીધું છે. શુક્રવારના રોજ પીડિતાની સાથે કરવામાં આવેલી દરિંદગીનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં દેખાય છે કે રૂમમાં બંધ કરી એક યુવાન અને મહિલા રાક્ષસની જેમ મહિલા ઉપર દંડા અને બેલ્ટની વર્ષા કરી રહ્યા છે. મહિલા બચાવ માટે ભીખ માગી રહી છે પણ માર મારવામાં કોઈ કસર બાકી ન રહી જાય તેનું હેવાનોએ પૂરતું ધ્યાન રાખ્યું છે. ત્યાં સુધી કે મહિલાને નગ્ન કરવાની પણ વાત થાય છે. રૂમમાં જ તેના માથા પર કાતર અને અસ્ત્રાની મદદથી વાળ કાપવામાં આવે છે. આ નિર્દયતાનો વીડિયો બનાવી આરોપીઓએ વાઈરલ કર્યો છે. વીડિયોને વાઈરલ કરવા પાછળનું એવું કારણ સામે આવ્યું છે કે જેથી જનતામાં તેનો ભય બરકરાર રહે.

સૂત્રોનું એવું પણ કહેવું છે કે મહિલા જ્યારે બેશુદ્ધ થઈ ગઈ ત્યારે અન્ય મહિલાઓએ તેની સામે જ અન્ય પુરુષોને તેણી પર દુષ્કર્મ કરવાનું કહ્યું હતું. જોકે તેનો વીડિયો બન્યો નથી. મહિલાની સાથે જે પણ થયું તેનાથી સમગ્ર દેશ હચમચી ગયો છે. એટલું જ નહીં પીડિતાના મોઢાને કાળું કરવામાં આવ્યું હતું અને તેને ગલી ગલી ઘુમાવવામાં પણ આવી હતી. જેનો વીડિયો પણ ખૂબ શેર થઈ રહ્યો છે. શુક્રવારના રોજ વાઈરલ થયેલો આ વીડિયો જે પણ લોકોએ જોયો તે આ ઘટનાની નિંદા કરતા હતા.

સોશિયલ મીડિયાએ ફિટકાર વરસાવતા મહિલાઓ અને પુરુષોની વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવું કહ્યું છે. હાલ પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આસપાસ લાગેલા સીસીટીવી કેમેરામાંથી વીડિયો અને ફોટો એકઠા કરી આરોપીઓને કડકમાં કડક સજા થાય તેની તૈયારીઓ કરી છે. જલ્દી જ આ ઘટનામાં અન્ય કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવશે. પોલીસે એ પણ કહ્યું હતું કે, અગિયાર આરોપીઓમાંથી નવ મહિલાના નામ એફઆઈઆરમાં નોંધવવામાં આવ્યા છે. પોલીસે ગેંગરેપ, શારીરિક હુમલો, યૌન હુમલો અને ષડયંત્ર રચવા સહિતની કલમો લગાવી છે.

બીજી તરફ પીડિતા શોકમાં છે. સદમામાં હોવાથી તે ઠીકથી ભોજન પણ નથી કરી રહી. વારદાત બાદ પોલીસે તેનો પ્રાથમિક ઉપચાર કરી તેનું કાઉન્સલિંગ પણ કર્યું હતું. પીડિતાની સ્થિતિ એવી છે કે તે બોલી પણ નથી શકતી. પરિવારનું કહેવું છે કે દબંગ આરોપીઓ ક્યારેક ને ક્યારેક તેમના પરિવારને નિશાનો બનાવી શકે છે.

પીડિતાની નાની બહેને આરોપ લગાવ્યો છે કે આરોપીઓ સતત તેમના પરિવાર પર તેમની બહેનનું સરનામું બતાવવાનું દબાણ લાદતા હતા. છેલ્લા બે મહિનાથી તેઓ ધમકાવતા હતા. 19મી જાન્યુઆરીએ આરોપીઓએ તેમના પરિવાર પર હુમલો કરી તેમની ઓટોરીક્ષા સળગાવી દીધી હતી. તેની માસીને પણ મારી હતી. પીડિતાની બહેને દાવો કર્યો છે કે 19 જાન્યુઆરીએ વિવેક વિહાર પોલીસ સ્ટેશનમાં જઈ આરોપીઓની ફરિયાદ કરી તો તેની એક વાત સાંભળવામાં નહોતી આવી. જેની સામે પોલીસ અધિકારીઓ ફરિયાદ મળ્યાની વાત પરથી સાફ ઈન્કાર કરી રહ્યા છે.

આ ઘટનાના બે એન્ગલ નીકળી રહ્યા છે. પીડિતાની બહેનના જણાવ્યા અનુસાર પાડોશમાં રહેતા એક વ્યક્તિએ ગત વર્ષે નવેમ્બર મહિનામાં મહિલાને એક તરફી પ્રેમ કરતો હોય તેવો દાવો કર્યો હતો અને આત્મહત્યા કરી લીધી હતી. તેનો પરિવાર પોતાના પુત્રની મોત માટે પીડિતાને જવાબદાર ઠેરવતો હતો. બીજી તરફ આ રાક્ષસીકૃત્યમાં ગેર કાયદેસર રીતે દારૂ વેચનારાઓનો હાથ છે, તેમ પણ કહેવાય છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments