Homeગામનાં ચોરેસુપ્રીમ કોર્ટે નુપુર શર્માની કાઢી આકરી ઝાટકણી, કહ્યું, કન્હૈયાલાલની હત્યા માટે આવી...

સુપ્રીમ કોર્ટે નુપુર શર્માની કાઢી આકરી ઝાટકણી, કહ્યું, કન્હૈયાલાલની હત્યા માટે આવી નિવેદનબાજી જવાબદાર

Team Chabuk-National Desk: પયગંબર મોહમ્મદ અંગે વિવાદિત ટિપ્પણી બાદ નુપુર શર્માને ભાજપે સસ્પેન્ડ કરી દીધા છે. નુપુર શર્માના નિવેદનને લઈને સુપ્રીમ કોર્ટે પણ આકરી ટિપ્પણી કરી છે. નુપુરની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, નુપુર શર્માએ ટીવી પર જઈને દેશની માફી માંગવી જોઈતી હતી. એટલું જ નહીં કોર્ટે એ પણ સવાલ ઊભો કર્યો કે નુપુર શર્માને જોખમ છે કે તેઓ સુરક્ષા માટે જોખમ બની ગયા છે? આગળ એમ પણ કહેવાયું કે ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલની હત્યા માટે આવા નિવેદનબાજી જ જવાબદાર છે.

નુપુર શર્માએ ટીવી ચેનલની એક ડિબેટમાં પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી કરી હતી. નુપુર શર્મા વિરુદ્ધ દેશમાં અલગ અલગ રાજ્યોમાં ફરિયાદ નોંધાઈ હતી. હવે આ ફરિયાદો વિરુદ્ધ નુપુર શર્માએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી. અરજીઓેને દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગણી સાથે નુપુરે એમ પણ કહ્યું હતું કે તમને સતત મારી નાખવાની ધમકીઓ મળે છે.

સુપ્રીમ કોર્ટે કરેલી અગત્યની ટિપ્પણીઓ

1. તેમની ટિપ્પણીએ દેશભરમાં  ભાવનાઓ ભડકાવી છે. 

2. સુપ્રીમે નુપુર શર્માને ફટકાર લગાવતા કહ્યું કે તેમણે સમગ્ર દેશની માફી માંગવી જોઈએ. સુપ્રીમે કહ્યું કે તેમણે અને તેમના નિવેદને દેશમાં આગ લગાવી દીધી છે. ટીવી ચેનલ અને નુપુર શર્માએ આવા મામલા સંલગ્ન એવા કોઈ પણ એજન્ડાને પ્રોત્સાહન આપવું જોઈએ નહીં જે કોર્ટમાં વિચારણા હેઠળ છે. 

3. નુપુર શર્માએ ટીવી પર જઈને દેશની માફી માંગવી જોઈતી હતી. નુપુર શર્માને માફી માંગવામાં અને નિવેદન પાછું ખેંચવામાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. 

4. ઉદયપુર સહિત દેશભરમાં જે થયું તે બધા માટે નુપુર જવાબદાર છે. તેમની ટિપ્પણી બધાની સુરક્ષા માટે જોખમ બની ગઈ છે.

5. સુનાવણી દરમિયાન નુપુર શર્માના વકીલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે નુપુરને જીવનું જોખમ છે. જેના પર જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે તેમને ખતરો છે કે તેઓ સુરક્ષા માટે ખતરો બની ગયા છે? સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે પ્રકારે સમગ્ર દેશમાં ભાવનાઓને ભડકાવવામાં આવી, દેશમાં જે થઈ રહ્યું છે તેના માટે તેઓ જવાબદાર છે. સુપ્રીમે કહ્યું કે તેમણે તથા તેમની જીભે સમગ્ર દેશમાં આગ લગાવી દીધી છે. તેમનો આ ગુસ્સો આ જ કારણે હતો. 

6 કોર્ટે કહ્યું કે, અમે ડિબેટ જોઈ છે. તેમને ભડકાવવાની કોશિશ થઈ. પરંતુ ત્યારબાદ તેમણે જે કઈ  કહ્યું તે શરમજનક છે. તેમણે સમગ્ર દેશની માફી માંગવી જોઈએ. 

7. પોલીસે જે કઈ કર્યું તેના પર અમારું મોઢું ન ખોલાવો. તેમણે હવે મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થવું જોઈએ. આ ટિપ્પણી તેમનું ઘમંડી વલણ દર્શાવે છે. જો તેઓ કોઈ પાર્ટીના પ્રવક્તા છે તો તેમને કઈ પણ કહેવાનો હક મળી જશે? નુપુરના વકીલ મનિન્દર સિંહે જ્યારે કહ્યું કે એંકરના સવાલ પર તેમણે જવાબ આપ્યો તો કોર્ટે ક હ્યું કે આવા સંજોગોમાં તો એંકર ઉપર પણ કેસ ચાલવો જોઈએ. કોર્ટની કડક ટિપ્પણી બાદ નુપુર શર્માએ પોતાની અરજી પાછી ખેંચી લીધી છે. 

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments