Homeગામનાં ચોરેએક સરવેમાં જાણવા મળ્યું છે કે આ બ્લડ ગ્રુપ ધરાવતા લોકોને કોરોનાનું...

એક સરવેમાં જાણવા મળ્યું છે કે આ બ્લડ ગ્રુપ ધરાવતા લોકોને કોરોનાનું જોખમ ઓછું હોય છે

Team Chabuk-National Desk: ભારત સહિત વિશ્વભરમાં કોરોના વાઇરસ કાળો કેર વર્તાવી રહ્યો છે. જેટ ગતિથી કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોનાથી મોતને ભેટનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને ભારતમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. દર્દીઓ સારવાર માટે તડપી રહ્યા છે. ઘણા દર્દીઓ તો સારવારના અભાવે જ મૃત્યુ પામી રહ્યા છે. ચોતરફ માહોલ ગમગીન ભર્યો છે. તેવામાં એક સરવે બહાર પડ્યો છે જેનાથી કેટલાક લોકો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે.

કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ એટલે કે સીએસઆઈઆર દ્વારા એક અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, ધૂમ્રપાન કરનારા, શાકાહારી અને ‘ઓ’ બ્લડ ગ્રુપ ધરાવતા લોકોને કોરોના થવાનું જોખમ ઓછું છે. કોરોના નથી થતો એવું નથી પરંતુ ધૂમ્રપાન કરનારા, શાકાહારી ખોરાક લેનારા અને ‘ઓ’ બ્લડ ગ્રુપ ધરાવતા લોકોને કોરોનાનું સંક્રમણ લાગવાના ચાન્સ અન્ય કરતાં ઓછો છે. 140 વૈજ્ઞાનિકોએ આશરે 40 સંસ્થાઓમાંથી સીરો સરવે કરીને આ માહિતી મેળવી છે.

સીએસઆઈઆર દ્વારા કરવામાં આવેલા સીરો સરવેના અહેવાલમાં જણાવાયું છે કે, 10,427 લોકોમાંથી 1058 (10.14 ટકા)માં એન્ટીબોડી હતા. આઈજીઆઈબીમાં વરિષ્ઠ વૈજ્ઞાનિક તથા રિસર્ચના સહ લેખક શાંતનું સેનગુપ્તાએ કહ્યું કે, નમુનામાંથી 346 સીરો પોઝિટિવ લોકોની 3 મહિના બાદ કરેલી તપાસમાં જાણકારી મળી છે કે તેમનામાં કોરોના સામે લડવા માટેની એન્ટિબોડીનો સ્તર સ્થિરથી લઈને વધારે હતો. પરંતુ વાઇરસને નિષ્ક્રિય કરનારા પ્લાઝમાની પ્રવૃત્તિમાં ઘટાડો નોંધાયું હોવાનું જાણવા મળ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે 35 લોકોના 6 મહિનામાં ફરી વખત નમુના લેવામાં આવ્યો તો તેમાં જાણવા મળ્યું કે એન્ટિબોડીનો સ્તર ત્રણ મહિનાની તુલનાએ ઘટ્યો હતો. પરંતુ નિષ્ક્રિય કરનારા એન્ટિબોડીનો સ્તર સ્થિર જણાયો હતો. ‘ઓ’ બ્લડ ગ્રુપ ધરાવતા લોકો સંક્રમણ પ્રત્યે ઓછા સંવેદનશીલ હોઈ શકે છે. જ્યારે ‘બી’ અને ‘એબી’ બ્લડ ગ્રુપવાળા લોકોમાં કોરોના થવાનું જોખમ વધુ હોઈ શકે છે.

આ સરવેમાં શહેરો તેમજ સેમી અર્બન વિસ્તારમાં સીઆઈએસઆરની 40થી વધુ લેબ અને કેન્દ્રમાં કામ કરનારા અને તેમના પરિવારના સભ્યો સહિત કુલ 10,427 લોકોને સામેલ કરાયા હતા. આ પહેલા પણ ફ્રાન્સમાં બે સરવે કરાયા હતા. ઇટાલી અને ન્યૂયોર્ક તેમજ ચીનમાં પણ આ પ્રકારના રિપોર્ટમાં ધુમ્રપાન કરનારાઓમાં કોરોના સંક્રમણનો ખતરો ઓછો હોવાનું સામે આવ્યું હતું. અમેરિકાના સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના એક અભ્યાસમાં આ પ્રકારના તથ્યો સામે આવ્યા હતા. આ સંશોધનોમાં એવો પણ દાવો કરાયો છે કે જેમનું બ્લડ ગ્રુપ ‘ઓ’ હોય તેઓમાં પણ કોરોના વાઇરસનો ખતરો ઓછો રહે છે. પરંતુ શાકાહારી, ‘ઓ’ બ્લડ ગ્રુપ ધરાવતા અને ધુમ્રપાન કરનારાઓએ તકેદારી રાખવી જરૂરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments