Homeગામનાં ચોરેકોણ છે એ મોડલ કમ એક્ટ્રેસ જેને રાજ કુન્દ્રા શારીરિક રીતે પ્રતાડીત...

કોણ છે એ મોડલ કમ એક્ટ્રેસ જેને રાજ કુન્દ્રા શારીરિક રીતે પ્રતાડીત કરી ચૂક્યો છે?

Team Chabuk-National Desk: અશ્લીલ વીડિયો બનાવીને વેચવાના આરોપસર છેલ્લા કેટલાય સમયથી સમાચારની હેડલાઈનમાં છવાયેલા અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને લઈ રોજબરોજ નવા નવા આક્ષેપો પ્રતિઆક્ષેપો થતા રહે છે. ગઈકાલે શર્લિન ચોપરાએ પોતાના નિવેદનમાં રાજે તેને બળજબરીપૂર્વક ચુંબન કરવાનો પ્રયાસ કર્યો હતો તેવું જણાવ્યું હતું. હાલ તો રાજ કુન્દ્રા 14 દિવસ કસ્ટડીમાં છે. રાજ કુન્દ્રાની વધી રહેલી મુસીબતોમાં હવે રાજકારણનો પ્રવેશ થયો છે. ભાજપના નેતા રામ કદમે રાજ કુન્દ્રાને લઈ કહી રહ્યા છે કે, એક મોડલ કમ એક્ટ્રેસને રાજ કુન્દ્રા શારીરિક રીતે પ્રતાડીત કરી ચૂક્યો છે.

રામ કદમે આ અંગે કહ્યું હતું કે, 14 એપ્રિલ 2021ના રોજ એક ખ્યાતનામ મોડલ કમ એક્ટ્રેસે જુહુ પોલીસ સ્ટેશનમાં રાજ કુન્દ્રાની વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. જેમાં તેણે રાજને શારીરિક રીતે પ્રતાડીત કરવાનો આરોપ લગાવ્યો હતો. જોકે આ ફરિયાદ આગળ નહોતી વધી. સાથે જ મોડલ પર આ ફરિયાદને પરત ખેંચવાનું દબાણ પણ લાદવામાં આવ્યું હતું. સરકારે જવાબ આપવો પડશે કે એ કોણ લોકો હતા? જેમણે અભિનેત્રી પર દબાણ લાદવાનું કામ કર્યું અને રાજ કુન્દ્રાની વિરૂદ્ધમાં કોઈ પ્રકારની કાર્યવાહી ન કરી.

30 જુલાઈના રોજ ભાજપના નેતા રામ કદમે પ્રેસ કોન્ફરન્સ કરીને રાજ કુન્દ્રા પર આરોપ લગાવ્યા હતા. તેમણે રાજ કુન્દ્રાએ ત્રીસ હજાર કરોડનું કૌભાંડ કર્યાનું પણ જણાવ્યું હતું. રામ કદમે ફ્રોડ અંગે કહ્યું કે, ‘વિયાન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે એક ઓનલાઈન ગેમની શરૂઆત કરી હતી. જેનું નામ ગેમ ઓફ ડોટ હતું. આ ગેમે દેશના કેટલાય ડિસ્ટ્રીબ્યૂટર્સની સાથે ફ્રોડ કરી કરોડો રૂપિયા કમાયા હતા. સાથે જ રૂપિયા એકઠા કરી લીધા તો તમામ સંબંધો તોડી નાખ્યા હતા. રાજ કુન્દ્રાએ પત્ની શિલ્પા શેટ્ટીનો આ ગેમને ફોરવર્ડ કરવામાં ઉપયોગ કર્યો હતો અને ડિસ્ટ્રીબ્યૂટર્સને એટ્રેક્ટ કર્યા હતા. ફ્રોડ કર્યા બાદ આ લોકો પર જ કેસ કરવામાં આવ્યો અને તેમને મારવામાં પણ આવ્યા.’

રામ કદમનું એ પણ કહેવું હતું કે જે કંપની વિશે એવું કહેવામાં આવે છે કે તે યોગ્ય કામ કરી રહી છે તેણે ખોટું કામ કર્યું છે. નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. રામ કદમે કહ્યું કે, આગામી ત્રણ દિવસમાં આરોપીઓની ધરપકડ નહીં કરવામાં આવે તો તેઓ ગૃહમંત્રી અને મુંબઈ પોલીસ કમિશ્નરને અપ્રોચ કરશે. આ સાથે જ અમે એ જાણવા પણ ઈચ્છીએ છીએ કે વર્તમાન સરકારે આ પ્રકારનો અન્યાય કેવી રીતે સહન કરી લીધો. મહારાષ્ટ્રના લોકો સાથે ફ્રોડ થતો રહ્યો અને તે જોતા રહ્યા.

ઠાણેના ડિસ્ટ્રીબ્યુટર રાજુ નાયકનું કહેવું છે કે, મેં મારા મિત્રોની સાથે મળીને આશરે દસ લાખ રૂપિયા જેટલી મોટી રકમ લગાવી હતી. અમે બધા સારા રૂપિયા કમાવવાની આશા સેવતા હતા. અમને 25 લાખ રૂપિયા આપવાનું કહેવામાં આવ્યું હતું. જોકે અમે દસ લાખનો જ મેળ કરી શક્યા હતા. અમને એવું લાગ્યું કે શિલ્પા શેટ્ટીનું નામ આમા સામેલ છે, તો ફાયદો થશે.

નાયકનું કહેવું છે કે, અમે રાજ કુન્દ્રાને કોઈ દિવસ મળ્યા નથી, ન તો શિલ્પા શેટ્ટી સાથે મુલાકાત કરી છે. અમે માત્ર મેનેજરને મળ્યા હતા. જેમણે અમને ગેમ વિષે જાણકારી આપી હતી. ત્રણ મહિના બાદ અમને બધાને ખ્યાલ આવ્યો કે અમારી સાથે ફ્રોડ થયો છે. અમે કેટલીય વખત ત્યાં મળવા ગયા પણ અમને કોઈ જવાબદાર વ્યક્તિ નહોતું મળ્યું. બાદમાં અમે પોલીસની પાસે ગયા હતા અને પોલીસે અમને સાંત્વના આપી પૈસા પાછા મળી જશે તેવું આશ્વાસન આપ્યું હતું. જોકે ત્યાંથી પણ કંઈ હાથ નહોતું લાગ્યું.

(તસવીર પ્રતિકાત્મક છે.)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments