Homeગામનાં ચોરેVideo: સાહેબ સસ્પેન્ડ થયા તો અન્ય ભાવુક પોલીસ ઓફિસરો મન મૂકીને નાચ્યા...

Video: સાહેબ સસ્પેન્ડ થયા તો અન્ય ભાવુક પોલીસ ઓફિસરો મન મૂકીને નાચ્યા – એ બધા પણ ઘરે બેસી ગયા

Team Chabuk-National Desk: 8 જુલાઈના રોજ ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાં બ્લોક પ્રમુખ પદનું નામાંકન હતું. આરોપ લાગ્યો કે ભાજપના સમર્થકોએ અપક્ષ ઉમેદવાર પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો. નામાંકન દરમ્યાન ઉગ્ર થયેલી ભીડ બ્લોકની અંદર ઘુસવા લાગી. પોલીસે તેમને રોક્યા તો તેમની સાથે પણ બે બે હાથ કર્યા. એવામાં પોલીસે લાઠીચાર્જ કર્યો.

ભાજપના સમર્થકો લાઠી પ્રયોગથી નારાજ થઈ ગયા અને ધરણા પર બેસી ગયા. એસપીએ ગૌર પોલીસ સ્ટેશનના એસઓ શમશેર બહાદુરને બોલાવ્યા. તેમને સસ્પેન્ડ કર્યા. તેમના સસ્પેન્ડ થવા પર અન્ય પોલીસકર્મીઓ અત્યંત ભાવુક થઈ ગયા. તેમને ખંભા ઉપર ઉઠાવી લીધા. આ જોઈ સ્થાનિક લોકોને પણ જુલુસમાં ભાગ લેવાની મંશા થઈ આવી. તેઓ પણ જોડાયા.

જોરદાર નારેબાજી થઈ. ઢોલ વાગ્યા, બેંડ વાગ્યા, નારાઓ લાગ્યા, શમશેર સાહેબના આશિર્વાદ લેવામાં આવ્યા. વીડિયો વાઈરલ થયો. વાઈરલ વીડિયો ઉચ્ચે પોલીસ અધિકારીઓને મળતા કુલ 14 પોલીસ ઓફિસરોને તેમના પદ પરથી હટાવી દીધા. હટાવવા પાછળનું કારણ કોવીડ ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન અને અનુશાસનહિનતાનો આરોપ છે.

રાજકારણ શું કહે છે?

છેલ્લા કેટલાય સમયથી મહેશ સિંહ અહીંના બ્લોક પ્રમુખ હતા. તેમના પુત્ર અરવિંદ સિંહે પણ આ પદનો સ્વાદ ચાખ્યો છે. હવે સીટ મહિલા આરક્ષિત થઈ ચૂકી છે. જેથી અરવિંદ સિંહના પત્ની વિજય કાંતિ મેદાનમાં ઉતર્યા છે. જો વિજયબહેન કાંતિનું ફોર્મ ન ચાલે તો પાછળ જ પરિવારની નાની વહુ અંજલિ સિંહનું ફોર્મ પણ તૈયાર જ રાખવામાં આવ્યું હતું. બે-બે નામાંકન દાખલ થયા. બીજી બાજુ ભાજપના કાંતિ શુક્લાએ પણ નામાંકન દાખલ કરાવ્યું.

જે સમયે અંજલિ સિંહ, અરવિંદ સિંહ, વિજય કાંતિનું નામાંકન લેવામાં આવી રહ્યું હતું ત્યારે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા હંગામો કરવામાં આવ્યો હતો. આ હંગામામાં પોલીસ સાથે પણ અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો. પોલીસ પર પથ્થરો ફેંકવામાં આવ્યો. મામલો બિચકતા એસઓ શમશેર બહાદુર સિંહે લાઠીચાર્જનો ઓર્ડર આપી દીધો.

ભાજપના સમર્થકોને લાઠીચાર્જથી માઠુ લાગતા તેઓ ધરણા પર બેસી ગયા હતા. ઘટનાની ગંભીરતા જોતા એસપી આશિષ શ્રીવાસ્તવે શમશેર સિંહને તેમના પદ પરથી નિલંબિત કરી દીધા. શમશેર સિંહનું કહેવું છે કે, કાયદો અને વ્યવસ્થા બનાવી રાખવા માટે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. મોટાભાગના લોકો ભાજપના ઉમેદવારના પરિવારના લોકો હતા. આ લોકો બીજા પર હુમલો કરી રહ્યા હતા.

તાડામાર આયોજન

શમશેર સિંહ તો નિલંબિત થઈને જઈ રહ્યા હતા. એ પછી અન્ય 14 પોલીસ ઓફિસરોએ ઉત્સાહમાં આવી ભાવુક થઈ શમશેર સિંહનું સરઘસ કાઢ્યું. રંગેચંગે તેમને ખભા પર બેસાડવામાં આવ્યા. ગળામાં ફૂલહારની માળાઓ પહેરાવવામાં આવી. માથા પર કોઈ પાઘડી પણ પહેરાવી ગયું. બેંડ વાગ્યા, ઢોલ પીટ્યા અને લોકો પણ પોલીસને આટલી ઉત્સાહીત જોઈ આ જુલુસમાં નૃત્ય કરવા માટે કૂદી પડ્યા.

જોત જોતામાં કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા. સામાન્ય લોકો નાચતા હતા એ કંઈ નહીં પણ 14 પોલીસ ઓફિસરો નાચી રહ્યા હતા. જેથી તેમને પણ પદ પરથી તત્કાલ અનુશાસનહિનતા દર્શાવવા બદલ નિલંબિત કરી દેવામાં આવ્યા છે.

શમશેર સિંહ પોતાની વિદાય માટે જાણીતા છે. ત્રણ મહિના પહેલા જ્યારે તેમની બદલી કરવામાં આવી હતી ત્યારે પણ રંગેચંગે આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ વખતે શમશેર સાહેબની સાથે સાથે અન્ય ઘણા વિદાય થઈ ગયા.  

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments